ઘટના@સુરત: GIDCમાં મોડી રાત્રે ભીષણ આગ, 3 લોકોનો આબાદ બચાવ

અટલ સમાચાર, ડેસ્ક સુરતની સચીન જીઆઈડીસીમાં આવેલા ઈકોનોમિક ઝોનમાં આવેલી પ્લાસ્ટિક પેકેજિંગ કંપનીમાં મોડી રાત્રે ચાનક આગ લાગી જવા પામી હતી. જોકે આગ જોત જોતામાં વિકરાળ સ્વરૂપ લઈએ લીધી હતું આગને લઇને 3 લોકો ફસાયા હોવાની વિગત મળતા સચિન ફાયર વિભાગ બનાવ વળી જગ્યા પર પહોંચીને આગ પર કાબુ મેળવાનો પ્રયાસ શરુ કર્યો હતો અને
 
ઘટના@સુરત: GIDCમાં મોડી રાત્રે ભીષણ આગ, 3 લોકોનો આબાદ બચાવ

અટલ સમાચાર, ડેસ્ક

સુરતની સચીન જીઆઈડીસીમાં આવેલા ઈકોનોમિક ઝોનમાં આવેલી પ્લાસ્ટિક પેકેજિંગ કંપનીમાં મોડી રાત્રે ચાનક આગ લાગી જવા પામી હતી. જોકે આગ જોત જોતામાં વિકરાળ સ્વરૂપ લઈએ લીધી હતું આગને લઇને 3 લોકો ફસાયા હોવાની વિગત મળતા સચિન ફાયર વિભાગ બનાવ વળી જગ્યા પર પહોંચીને આગ પર કાબુ મેળવાનો પ્રયાસ શરુ કર્યો હતો અને 3 લોકો આગની ઘટના માં આબાદ બચાવ થયો હતો. જોકે આગ વધુ હોવાને લઇને સુરત ફાયરની ટિમની મદદ લઇને કલાકોની જહેમત બાદ ફાયર વિભાગ આગ પર કાબુ મેળવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના છેવાડે આવેલી સચિન જીઆઈડીસીમાં આવેલા ઈકોનોમીક ઝોનમાં આવેલી પ્લાસ્ટિક પેકેજિંગ કંપનીમાં મોડી રાત્રે આગ લાગી હતી. જોકે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઇ લીધું હતું. પેકેજિંગ કંપનીમાં આગને લઇને સમગ્ર વિસ્તરામાં દોડધામ મચી જવા પામી હતી. પેકેજિંગ માટે વપરાતી પેપર અને પ્લાસ્ટીક સહિતનું મટીરીયલ આગની લપેટમાં આવી જતા જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે કંપનીમાં રાત્રે બે થી ત્રણ જ કારીગરો હોય તેઓ સમયસૂચકતા વાપરી તાત્કાલિક બહાર દોડી આવ્યા હોવાથી. તેમનો બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. કંપનીમાં લાગેલી આગને પગલે આસપાસની કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને ભાગદોડ મચી ગઈ હતી. બનાવની જાણ થતા સચીન જીઆઈડીસીનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સુરત મનપાના ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી સુરત ફાયર બ્રિગેડની 6 ગાડીઓ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભારે જેહમત બાદ મોડી રાત્રે આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું છે પણ આગને લઇને કરોડો રૂપિયાનો સામાન અને મશીનરી બાળીનેખાખઃ થઇ ગઈ હતી જેને લઇને કરોડો રૂપિયાના નુકસાન ની ભીતિ સેવાઈ રહી છે.