ઘટના@સુરતઃ 12 હજારની છેતરપિંડી કેસમાં સાધુ બની ફરતો આરોપી 26 વર્ષ બાદ ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સુરત શહેરના વરાછામાં વર્ષ 1995માં ટીવી, વીડિયો અને કેસેટો મળી કુલ રૂપિયા 12 હજારના મતાની ચીજવસ્તુ ભાડે આપવાને બહાને લઈ ગયા બાદ ઓપરેટેરે પરત નહી આપી ઠગાઈ કરી હતી. ઠગાઈ કર્યા બાદ ઓપરેટરે પોલીસથી બચવા માટે નામ બદલી સાધુ બની જીવન જીવવા લાગી રાજ્યના અલગ અલગ મંદિરોમાં રહેવા લાગ્યો હતો.
 
ઘટના@સુરતઃ 12 હજારની છેતરપિંડી કેસમાં સાધુ બની ફરતો આરોપી 26 વર્ષ બાદ ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરત શહેરના વરાછામાં વર્ષ 1995માં ટીવી, વીડિયો અને કેસેટો મળી કુલ રૂપિયા 12 હજારના મતાની ચીજવસ્તુ ભાડે આપવાને બહાને લઈ ગયા બાદ ઓપરેટેરે પરત નહી આપી ઠગાઈ કરી હતી. ઠગાઈ કર્યા બાદ ઓપરેટરે પોલીસથી બચવા માટે નામ બદલી સાધુ બની જીવન જીવવા લાગી રાજ્યના અલગ અલગ મંદિરોમાં રહેવા લાગ્યો હતો. પરંતુ કહેવત છે ને કાનૂન કે હાથ બડે લંબે હોતે હે તેમ આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચે નાસતા ફરતા ઓપરેટરને 26 વર્ષ બાદ તેના ભાવનગરના વતનથી ઝડપી પાડવામાં સફળતા મળી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરત ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ વરાછા બરોડા પ્રિસ્ટેજ પાછળ લુંગીવાળાની ચાલમાં રહેતા મનજીભાઈ પરષોત્તમભાઈ પટેલ ટી.વી, વીડિયો અને કેસેટો ભાડે આપવાનો ધંધો કરે છે. મનજીભાઈની દુકાનમાં ઓપરેટર તરીકે ભોળા નાથાભાઈ પટેલ (રહે, વીરડી, ગારીયાધાર , ભાવનગર)નોકરી કરતો હતો. ભોળાઍ સન 1995માં ભાળેઍ ડિવી, વીડિયો અને ત્રણ કેસેટો મળી કુલ રૂપિયા 12,000ના ચીજવસ્તુઓ ભાડે આપવાને બહાને લઈ ગયા બાદ પરત નબી આપી છેતરપિંડી કરી હતી. જે અંગે વરાછા પોલીસમાં મનજીભાઈઍ ફરિયાદ નોંધાવી હતી.

આ દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચના નાસતા ફરતા સ્કોડના માણસોએ મળેલી બાતમીના આધારે ભોળા પટેલને 26 વર્ષ બાદ તેના વતન ભાવનગરના ગીરડીગામ ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેનો કબજા વરાછા પોલીસને સોપ્યો હતો. વધુમાં ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે આરોપી ભોળા પટેલ ઠગાઈ કર્યા બાદ સુરત શહેર છોડી દીધી હતુ. અને વતનના આજુબાજુના વિસ્તારોમાં રહી ચારેક વર્ષ સુધી મજુરી કામ કયું હતું. પરંતુ પોલીસે તેને શોધવા આવવા લાગતા તેઍ ગામ રહેવાનું બંધ કરી દીધુ હતુ અને વીસેક વર્ષથી પોતાનું નામ બદલી ભાવેશગીરી રાખી સાધુ જીવન જીવવા લાગ્યો હતો. અને ગુજરાત રાજયાના અલગ અલગ મંદિરોમાં રહેલા વાગ્યો હતો. તેમજ પોતાના વતન ભાવનગર વીરડીગામે વર્ષમાં ઍકાદ વખત જતો હતો.