ઘટના@સુરત: જીમ ટ્રેનર યુવકની કારમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી, તપાસ શરૂ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ગઇકાલે મોડીરાત્રે સુરતના અડાજણ વિસ્તારમાં સ્થિત સ્નેહ સંકુલના પાસે એક જીમ ટ્રેનરનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. બનાવની જાણ થતાં જ અડાજણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે જણાવ્યું કે કારમાં જિમ ટ્રેનરનો મૃતદેહ મળી આવ્યો હતો. ટ્રેનરનો મૃતદેહ કારમાંથી મળ્યો હતો. મૃતદેહ પાસે કારમાંથી ડ્રગ્સ અને
 
ઘટના@સુરત: જીમ ટ્રેનર યુવકની કારમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી, તપાસ શરૂ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ગઇકાલે મોડીરાત્રે સુરતના અડાજણ વિસ્તારમાં સ્થિત સ્નેહ સંકુલના પાસે એક જીમ ટ્રેનરનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. બનાવની જાણ થતાં જ અડાજણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે જણાવ્યું કે કારમાં જિમ ટ્રેનરનો મૃતદેહ મળી આવ્યો હતો. ટ્રેનરનો મૃતદેહ કારમાંથી મળ્યો હતો. મૃતદેહ પાસે કારમાંથી ડ્રગ્સ અને ઇન્જેક્શન પણ મળી આવ્યાં છે. અડાજણ પોલીસે જણાવ્યું કે, મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયા બાદ મોતનું કારણ જાણી શકાશે. મૃતક જીમ ટ્રેનરની ઓળખ મેજલ કેરીવાલા તરીકે થઇ છે અને તે ઉધનાના વિઠ્ઠાર વિસ્તારમાં જિમ ચલાવતો હતો. તે રાજ્ય બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં વિજેતા હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના ઉધનાના જીમ ટ્રેનર યુવકની કારમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસને કારમાંથી ઇન્જેક્શન અને સ્ટીરોઇડની દવાની બોટલ મળી આવી છે. જેને કારણે સ્ટીરોઇડનો ઓવરડોઝ લીધાની આશંકા છે. મૃતકનું નામ મેજલ કૃષ્ણકાંત કેરીવાળા(ઉ.વ.34) છે અને પાલનપુર જકાતનાકાની કૃષ્ણ કુંજ સોસાયટીમાં રહેતો હતો. મોડીરાત્રે કારમાંથી લાશ મળતા અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ મોત અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

ઘટના@સુરત: જીમ ટ્રેનર યુવકની કારમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી, તપાસ શરૂ

સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, કારમાંથી નશીલા પદાર્થો અને ઇન્જેક્શન મળી આવ્યા છે. એવું માનવામાં આવે છે કે મુખ્યત્વે અતિશય વપરાશને લીધે, તે મૃત્યુ પામેલ છે. જો કે, આ તપાસ બાદ જ તે જાણવા મળશે. હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. મૃતક મેજલ કેરીવાલા સોશિયલ મીડિયા પર પોતાને પોલીસ સ્ટેશનનો રહેવાસી ગણાવ્યો હતો. તેણે ડિસેમ્બર 2008માં લગ્ન કર્યા હતા અને હાલમાં તે બે બાળકોના પિતા છે. પોલીસના જણાવ્યા મુજબ હાલ આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ વધુ માહિતી આપવામાં આવશે.