ઘટના@સુરતઃ જાહેરમાં યુવતી-યુવક સાથે મળી અન્ય યુવકની હત્યા કરતાં ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે અનેક બનાવો સામે આવતાં હોય છે. આ સાથે અગમ્ય કારણોરસર યુવતી અને એક યુવકે મળી આ હત્યાને અંજામ આપ્યો છે. યુવકને ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી છે. યુવકને યુવતીને લાતો મારતી હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરના
 
ઘટના@સુરતઃ જાહેરમાં યુવતી-યુવક સાથે મળી અન્ય યુવકની હત્યા કરતાં ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટ વચ્ચે અનેક બનાવો સામે આવતાં હોય છે. આ સાથે અગમ્ય કારણોરસર યુવતી અને એક યુવકે મળી આ હત્યાને અંજામ આપ્યો છે. યુવકને ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી છે. યુવકને યુવતીને લાતો મારતી હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરના મહિધરપુરા પોલીસ મથકની હદમાં આવેલા દિલ્હી ગેટ પાસે યુવકની જાહેરમાં જ હત્યા કરી નાંખવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. લોકોની નજર સામે જ યુવતીએ યુવક સાથે મળીને અન્ય યુવકની હત્યા કરી નાંખી હતી. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ બનાવને પગલે આજુબાજુ પંથકમાં અરેરાટી મચી ગઇ છે. આ સાથે પોલીસને જાણ થતાં સ્થળ પર આવી આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ અંગેની વિગતો એવી છે કે, હિના નામની યુવતી અને એક યુવકે મળી આ હત્યાને અંજામ આપ્યો છે. યુવકને ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી છે. યુવકને યુવતીને લાતો મારતી હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.