ઘટના@સુરત: GSTની તપાસમાં સહયોગ ન આપી વેપારીએ અધિકારીના હાથ પર બચકું ભર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે સુરતમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. જેમાં રેડ કરવા ગયેલા જીએસટી અધિકારીને વેપારીએ બચકું ભરી લીધું હતું. ઘટના બાદ અધિકારી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સારવાર લીધી હતી. અધિકારીના જમણા હાથના કાંડા પર કરડવાનું નિશાન જોઈ ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા હતા. જોકે ઘટનાસ્થળેથી આરોપીને જીએસટીના અધિકારીઓ અને
 
ઘટના@સુરત: GSTની તપાસમાં સહયોગ ન આપી વેપારીએ અધિકારીના હાથ પર બચકું ભર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે સુરતમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. જેમાં રેડ કરવા ગયેલા જીએસટી અધિકારીને વેપારીએ બચકું ભરી લીધું હતું. ઘટના બાદ અધિકારી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સારવાર લીધી હતી. અધિકારીના જમણા હાથના કાંડા પર કરડવાનું નિશાન જોઈ ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા હતા. જોકે ઘટનાસ્થળેથી આરોપીને જીએસટીના અધિકારીઓ અને કર્મચારીઓ ઊંચકીને લઈ જઈ રહ્યાં છે તે વિડીયો પણ હાલ સામે આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં સેન્ટ્રલ જીએસટી અધિકારી અમિત શર્મા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચોકબજાર વિસ્તારમાં રેડ કરવા ગયા હતા. જ્યાં અધિકારીઓએ વેપારીની જીએસટી શરૂ કરી હતી. પરંતુ વેપારીએ જીએસટીમાં સહયોગ નહીં આપતા બોલાચાલી થઈ હતી. અને અચાનક જ વેપારીએ હાથ પર બચકું ભરી લીધું હતું. જેથી આ જોઈ અન્ય અધિકારી અને કર્મચારીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. આ કૃત્ય બાદ જીએસટીના અન્ય કર્મચારીઓ વેપારીના હાથ પગ ઊંચકી આર્ટિગા કારમાં લઇ ગયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સૂફીયાન મહોમ્મદ નામના વેપારીએ બચકું ભરી લીધું હતું. જે બાદ જીએસટી અધિકારી અમિત શર્માને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવાયા હતા. અમિત શર્માએ સિવિલ હોસ્પિટલમાં એમએલસી કેસ સાથે સારવાર લીધી હતી. જોકે, આ સમગ્ર મામલે અમિત શર્માએ મીડિયામાં કશું પણ બોલવાનો ઈન્કાર કર્યો હતો. જોકે, આરોપી ઉપર ફરજમાં રૂકાવટનો કેસ પણ થઈ શકે છે.