ઘટના@સુરત: કારની અડફેટે સાયકલ ચાલક આધેડનું ઘટનાસ્થળે જ કરૂણ મોત

અટલ સમાચાર,ડેસ્ક હજીરા વિસ્તારમાં આવેલી લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના ગેટ પાસે હીટ એન્ડ રનની સામે આવી છે. સાયકલ લઈને રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડ આધેડને અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતાં આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતુ. જો કે આ હીટ એન્ડ રનની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. જેના આધાર
 
ઘટના@સુરત: કારની અડફેટે સાયકલ ચાલક આધેડનું ઘટનાસ્થળે જ કરૂણ મોત

અટલ સમાચાર,ડેસ્ક

હજીરા વિસ્તારમાં આવેલી લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના ગેટ પાસે હીટ એન્ડ રનની સામે આવી છે. સાયકલ લઈને રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડ આધેડને અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતાં આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતુ. જો કે આ હીટ એન્ડ રનની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. જેના આધાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના હજીરા એલ.એન્ડ.ટી. કંપનીના ગેટ નજીક રસ્તો ક્રોસ કરી રહેલા મૂળ બિહારના અને તપોવન સોસાયટી મોરામાં રહેતા ૫૫ વર્ષીય રામ નિહોર સોનેલાલ ઠાકુર સાયકલ લઈને નીકળ્યા હતા. રાત્રિના સમયે તેઓ એક રસ્તો ક્રોસ કરીને ડિવાઈડરથી આગળ વધી બીજો રસ્તો ક્રોસ કરી રહ્યા હતા એ દરમિયાન કાર ચાલકે તેઓને અડફેટે લીધા હતા. જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, એક્સિડન્ટ કરીને કાર ચાલક નાસી ગયો હતો. બનાવની જાણ થતા જ હજીરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને પંચનામું કરીને મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અજાણ્યા કારચાલકને શોધવા પણ પોલીસે સીસીટીવી સહિતના ફટેજને ચેક કરી કાર ચાલકને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે. એક કાર ચાલકની બેદરકારી કારણે એક કામદારના પરિવારના મોભીનો દીવો ઓલવાઇ ગયો છે. ઘટના કારણે મૃતકના પરિવારમાં આક્રંદ છે. 55 વ્યક્તિ જીવનની આ ઉંમરે પણ રોજી રોટીની તલાશમાં કામ ધંધો કરતો હતો અને તેવામાં જ તેને મોત મળ્યું છે.