બનાવ@સુરત: બેંકમાંથી બે યુવાનો હાથમાંથી 48 હજાર રૂપિયા ઝૂંટવીને ભાગ્યા

અટલ સમાચાર, ડેસ્ક ઘરે જ જરીનું કામ કરતા કારખાનેદાર સોમવારે સુરતના અડાજણ પાટીયા સંઘવી ટાવરમાં આવેલી ઈન્ડિયન બેન્કમાં રૂપિયા ઉપાડવા ગયા હતા. ત્યાં બે ગઠિયાઓએ તેમને વાતોમાં ફસાવીને તેમના પિતાના હાથમાંથી બે હજારની 24 નોટ એટલે કે 48 હજાર ઝૂટવીને ભાગી ગયા હતા. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવચા વધુ તપાસહાથ ધરી છે. સુરતના વાડી ફળિયા
 
બનાવ@સુરત: બેંકમાંથી બે યુવાનો હાથમાંથી 48 હજાર રૂપિયા ઝૂંટવીને ભાગ્યા

અટલ સમાચાર, ડેસ્ક

ઘરે જ જરીનું કામ કરતા કારખાનેદાર સોમવારે સુરતના અડાજણ પાટીયા સંઘવી ટાવરમાં આવેલી ઈન્ડિયન બેન્કમાં રૂપિયા ઉપાડવા ગયા હતા. ત્યાં બે ગઠિયાઓએ તેમને વાતોમાં ફસાવીને તેમના પિતાના હાથમાંથી બે હજારની 24 નોટ એટલે કે 48 હજાર ઝૂટવીને ભાગી ગયા હતા. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવચા વધુ તપાસહાથ ધરી છે.

સુરતના વાડી ફળિયા સ્ટોર શેરીમાં રહેતા ભરતભાઈ ચીમનભાઈ જરીવાલા (ઉ.વ.44) ઘરેથીજ જરીકામ કરે છે. ભરતભાઈએ ગત તા 17મીના રોજ અડાજણ પાટીયા સંધવી ટાવરમાં આવેલી ઈન્ડિયન બેન્કમાં સેવીંગ ખાતુ ખોલાવ્યું હતું. ભરતભાઈ એક દિવસ બાદ એટલે 19મીના સોમવારના રોજ બારેક વાગ્યે તેની દીકરી અને પિતા ચીમનલાલ સાથે બેન્કમાં તેમના ખાતામાંથી પૈસા ઉપા઼ડવા માટે ગયા હતા. ભરતભાઈએ સ્લીપ ભરી ખાતામાંથી રૂપિયા 1,12,000 ઉપાડ્યા હતા. જેમાં તમામ નોટ 2 હજારના દરની 56 હતી. ભરતભાઈએ રૂપિયા ગણીને ફરીથી તેના પિતા ચીમનલાલભાઈને ગણવા માટે આપ્યા હતા. અને તેઓ બાજુમાં ઉભા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યું હતું કે, તે વખતે એક અજાણ્યો તેમની પાસે આવ્યો હતો. અને પૈસા ઉપાડવા માટેની સ્લીપ ક્યાં ભરાય છે અને કેવી રીતે ભરી શકાય છે તેવી પૂછપરછ કરતા ભરતભાઈએ તેને જાતે જ ભરી લ્યો મને આવડતુ નથી હોવાનું કહ્યું હતુ. તે વખતે બીજા અજાણ્યાએ પૈસા ગણતા તેના પિતા ચીમનલાલ પાસે ગયો હતો અને ચીમનલાલને રૂપીયા ઉંધા કરીને ગણી જુઓ કોઈ ખરાબ નોટ હોય તો ખબર પડી જાય તેમ કરી તેણે નોટ પકડી બતાવતો હતો ત્યારે હાથમાંથી રૂપિયા ઝૂંટવી ભાગી ગયો હતો. ચીમનલાલે બૂમાબૂમ કરતા ભરતભાઈ ચોરને પકડવા માટે ભાગ્યા હતા. પરંતુ હાથમાં આવ્યો ન હતો.