ઘટના@સુરત: બેરોજગાર યુવકે નદીમાં લગાવી મોતની છલાંગ, માછીમારોએ બચાવ્યો

અટલ સમાચાર,ડેસ્ક દિવાળીના તહેવારો વચ્ચે સુરતમાં એક બેરોજગાર યુવકે નદીમાં પડી આપઘાત કરવાની કોશિષ કરી હોવાની ઘટના સામે આવી છે. આ તરફ યુવકે જ્યારે છલાંગ લગાવી ત્યારે તાપી નદીમાં માછીમારી કરી રહેલા યુવકો જોઈ ગયા અને આ યુવકની જિંદગી બચાવી લીધી હતી. યુવકનું રેસ્ક્યૂ કરાયા બાદ જાણવા મળ્યું કે, તે માનસિક અસ્થિર છે અને લિફ્ટ
 
ઘટના@સુરત: બેરોજગાર યુવકે નદીમાં લગાવી મોતની છલાંગ, માછીમારોએ બચાવ્યો

અટલ સમાચાર,ડેસ્ક

દિવાળીના તહેવારો વચ્ચે સુરતમાં એક બેરોજગાર યુવકે નદીમાં પડી આપઘાત કરવાની કોશિષ કરી હોવાની ઘટના સામે આવી છે. આ તરફ યુવકે જ્યારે છલાંગ લગાવી ત્યારે તાપી નદીમાં માછીમારી કરી રહેલા યુવકો જોઈ ગયા અને આ યુવકની જિંદગી બચાવી લીધી હતી. યુવકનું રેસ્ક્યૂ કરાયા બાદ જાણવા મળ્યું કે, તે માનસિક અસ્થિર છે અને લિફ્ટ માંગીને આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના માનદરવાજા ખાતે રહેતા શેખ રફીક હાલમાં બેકાર છે અને બેકારીને લઈને છેલ્લા કેટલાક સમયથી માનસિક અસ્વસ્થ છે. જોકે ગતરોજ તે આપઘાત માટે ઘરેથી નીકળ્યા બાદ આ યુવાને રસ્તામાં બાઈક ચાલાક પાસે પહેલા લિફ્ટ માંગી હતી અને નાનપુરાથી તાપી નદી તરફ જવા લાગ્યો હતો. જોકે તાપી નદીના બ્રિજ પાસે જાતની સાથે આ યુવાન બાઈક પરથી અચાનક કૂદી ગયો હતો અને ત્યાં હાજર લોકોની વચ્ચે જોત જોતામાં તાપી નદીમાં મોતની છલાંગ મારી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઘટના દરમ્યાન ત્યાં હાજર લોકો જોતા રહી ગયા હતા ત્યારે નદીમાં માછીમારી કરતાં કેટલાક યુવાનો દ્વારા આ માનસિક અસ્વસ્થ યુવાનને તાપી નદીમાંથી બચાવી લેવામાં આવ્યો હતો. જોકે આ ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી અને આ મામલે યુવાન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.