ઘટના@સુરત: પ્રેમી સાથે ભાગી ગઇ પત્ની, પતિએ પોલીસ સ્ટેશનમાં જ પ્રેમીને રાખડી બંધાવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક સુરતના વરાછા વિસ્તારમાં ચાર સદસ્યોનો એક પરિવાર રહે છે. જેમાં પતિ-પત્ની, 13 વર્ષની દીકરી અને 10 વર્ષનો દીકરો છે. આ પરિવાર સુખેથી રહેતો હતો. પતિ સુરતની એક કંપનીમાં રત્ન કલાકાર તરીકે કામ કરે છે. તેમજ પત્ની સાડી પર સ્ટોન લગાવવાનું કામ કરે છે. પત્નીને સ્ટોન લગાવવાનુ કામ એક યુવક દ્વારા
 
ઘટના@સુરત: પ્રેમી સાથે ભાગી ગઇ પત્ની, પતિએ પોલીસ સ્ટેશનમાં જ પ્રેમીને રાખડી બંધાવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતના વરાછા વિસ્તારમાં ચાર સદસ્યોનો એક પરિવાર રહે છે. જેમાં પતિ-પત્ની, 13 વર્ષની દીકરી અને 10 વર્ષનો દીકરો છે. આ પરિવાર સુખેથી રહેતો હતો. પતિ સુરતની એક કંપનીમાં રત્ન કલાકાર તરીકે કામ કરે છે. તેમજ પત્ની સાડી પર સ્ટોન લગાવવાનું કામ કરે છે. પત્નીને સ્ટોન લગાવવાનુ કામ એક યુવક દ્વારા મળે છે. આ યુવક રોજ તેના ઘરે આવતો હતો, જેથી પત્નીને એ યુવક સાથે સંબંધ બંધાયો હતો. બંને વચ્ચે બે વર્ષ સુધી સંબંધ રહ્યો હતો. પરંતુ એક દિવસે તેમણે ભાગી જવાનું નક્કી કર્યું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના વરાછા વિસ્તારમાં બનેલી ઘટના બાદ પત્નીએ શોધવા માટે પતિએ દસ દિવસ સુધી શોધખોળ ચલાવી હતી. પોતાના તમામ સંબંધીઓ પાસે તેની તપાસ કરાવી હતી. એટલુ જ નહિ, સોશિયલ મીડિયા પર પણ પત્નીનો ફોટો મૂકીને તેને પરત આવવા વિનંતી કરી હતી. પરિણીતા પોતાના પ્રેમી સાથે ભાગીને તળાજા પહોંચી હતી. બીજી તરફ, પતિએ ભાગી ગયેલી પત્ની સામે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પતિ સુરત પોલીસ સાથે પત્નીને લેવા તળાજા પહોંચી ગયો હતો. આ વચ્ચે ડ્રામા સર્જાયો હતો. પત્નીએ પણ પરત પતિ સાથે જવા માટે સહમતિ બતાવી હતી. પરંતુ પતિને તેની આ વાત પર વિશ્વાસ ન હતો. તેથી તેણે ખાતરી કરાવવા પત્નીને તેના પ્રેમીને જ રાખવી બાંધવા કહ્યું હતું. ત્યારે પત્નીએ પોલીસ સ્ટેશનની અંદર જ પોતાના પ્રેમીને રાખડી બાંધી હતી. જોકે, બીજી તરફ પત્નીએ પણ પતિને પોલીસ મથકમાં જ ચીમકી આપી હતી કે જો ફરીથી હેરાન કરી તો પાછી ભાગી જશે.