ઘટના@સુરેન્દ્રનગર: આખલાનો આંતક, બસ સ્ટેન્ડ પાસે યુવકને અડફેટે લેતાં ગંભીર ઇજાઓ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે સુરેન્દ્રનગરમાં આખલાનો આંતક વધી રહ્યો છે. અવાર-નવાર રખડતાં ઢોરો રાહદારીઓને અડફેટે લેતાં હોય છે. સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ શિવમ હોટલ સામેથી પસાર થઈ રહેલા યુવક ઉપર આખલાએ હુમલો કર્યો છે ત્યારે આ હુમલાના પગલે યુવકને ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે. જેને લઇ યુવકને તાત્કાલિક સારવાર
 
ઘટના@સુરેન્દ્રનગર: આખલાનો આંતક, બસ સ્ટેન્ડ પાસે યુવકને અડફેટે લેતાં ગંભીર ઇજાઓ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે સુરેન્દ્રનગરમાં આખલાનો આંતક વધી રહ્યો છે. અવાર-નવાર રખડતાં ઢોરો રાહદારીઓને અડફેટે લેતાં હોય છે. સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ શિવમ હોટલ સામેથી પસાર થઈ રહેલા યુવક ઉપર આખલાએ હુમલો કર્યો છે ત્યારે આ હુમલાના પગલે યુવકને ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે. જેને લઇ યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીક શીવમ હોટલ પાસે આખલાએ અસલમ રહીમભાઈ મમાણીને ઉલાળતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. ઘટનાને લઇ યુવકને ગંભીર હાલતમાં ટીબી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકને વધુ સારવાર શરૂ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરોનો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે અવાર-નવાર લોકોને અડફેટે લઇ અને મોતને ઘાટ પણ આવા રખડતા ઢોરો ઉતારી રહ્યા છે.