ઘટના@સુરેન્દ્રનગર: દંપતીના દાગીના-રોકડની લૂંટ, મહિલા PSIએ ફિલ્મી ઢબે લુંટારૂઓની કાર ઝડપી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે સુરેન્દ્રનગરમાં લૂંટની ઘટનાના ગણતરીના કલાકોમાં મહિલા પીએસઆઇએ આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરતથી ટ્રાવેલ્સમાં બેસી સુરેન્દ્રનગર આવવા નીકળેલ એક દંપતિ લીંમડી ઉતર્યુ હતુ. જ્યાંથી સુરેન્દ્રનગર આવવા એક ખાનગી સફારી કારમાં બેસ્યા બાદ અંદર બેસેલાં ઇસમોએ દંપતિના ઘરેલા અને રોકડ રકમની લૂંટ ચલાવી તેમને વઢવાણમાં ઉતારી દીધા હતા. આ તરફ
 
ઘટના@સુરેન્દ્રનગર: દંપતીના દાગીના-રોકડની લૂંટ, મહિલા PSIએ ફિલ્મી ઢબે લુંટારૂઓની કાર ઝડપી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે સુરેન્દ્રનગરમાં લૂંટની ઘટનાના ગણતરીના કલાકોમાં મહિલા પીએસઆઇએ આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરતથી ટ્રાવેલ્સમાં બેસી સુરેન્દ્રનગર આવવા નીકળેલ એક દંપતિ લીંમડી ઉતર્યુ હતુ. જ્યાંથી સુરેન્દ્રનગર આવવા એક ખાનગી સફારી કારમાં બેસ્યા બાદ અંદર બેસેલાં ઇસમોએ દંપતિના ઘરેલા અને રોકડ રકમની લૂંટ ચલાવી તેમને વઢવાણમાં ઉતારી દીધા હતા. આ તરફ પોલીસને જાણ કરાયા બાદ મહિલા પીએસઆઇએ ફિલ્મીઢબે કારનો પીછો કરી તેને ઝડપી પાડી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@સુરેન્દ્રનગર: દંપતીના દાગીના-રોકડની લૂંટ, મહિલા PSIએ ફિલ્મી ઢબે લુંટારૂઓની કાર ઝડપી

સુરતના પટેલ મહેશભાઈ અને તેમના પત્ની જયાબેન ટ્રાવેલ્સમાં બેસી લિંબડી ઉતર્યા હતા. લિંબડીથી સુરેન્દ્રનગર તરફ આવવા સફારી કારમાં લિફ્ટ લીધી હતી. સફારી કારમાં બેસેલા પાંચ લૂંટારુઓઓએ દંપતી પાસેથી થેલામાંથી ઘરેણાં અને 50 હજાર રોકડા રૂપિયા કાઢી લીધા હતા. આ પછી દંપતીને વઢવાણમાં મહિન્દ્રા શો રૂમ પાસે ઉતારી દીધા બાદ ઘરેણાં અને રોકડ રકમ સાથે લૂંટારુઓ કારને લખતર તરફ દોડાવી હતી આ તરફ દંપતીએ પોલીસને જાણ કર્યા બાદ પોલીસે વાયરલેસ મેસેજ છોડી લખતર-વિરમગામ હાઇવે બ્લોક કર્યો હતો.

ઘટના@સુરેન્દ્રનગર: દંપતીના દાગીના-રોકડની લૂંટ, મહિલા PSIએ ફિલ્મી ઢબે લુંટારૂઓની કાર ઝડપી

સૂત્રોએ જણાવ્યું હતુ કે, લખતર હાઇવે ઉપર પૂરપાટ દોડતી સફારી કારનો લખતર પોલીસે પીછો કરતા ફિલ્મી જેવા દિલધડક દ્રશ્યો સર્જાયા હતા. આખરે લખતર પોલીસે કારનો પીછો કરી મહિલા સહિત ચાર શખ્સોને દબોચી લીધા હતા. મહિલા પીએસઆઇ હેતલ રબારીએ જાન જોખમમાં મુકીને લૂંટારૂઓની કારને ઝડપી લીધી હતી. કાર સાથે ઝડપાયેલા શખ્સોને સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે લવાયા બાદ કાર્યવાહી હાથ ધરી છે.