ઘટના@સુરેન્દ્રનગર: હાઇવે પર ઓઇલ ભરેલું ટેન્કર પલટ્યું, વાસણો લઇ ગ્રામજનો ઉમટ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ચોટીલા-મૂળી હાઇવે પર ખાનગી કંપનીનું ટેન્કર લઈને જતા ટેન્કરને અકસ્માત નળ્યો હતો જેને કારણે ટેન્કર પલટી ખાઈ ગયું હતું. પલટેલા ટેન્કરમાંથી ઓઇલ રોડ પર ઢોળાઈ ગયું હતું જેને લેવા માટે આસપાસના ગ્રામજનોએ રીતસરની પડાપડી કરી હતી. ઓઈલનું ટેન્કર ઢેઢુકી ગામ નજીક પલટી ગયું હતું જેનો મેસેજ વાયુવેગે આસપાસના ગામોમાં ફેલાઈ
 
ઘટના@સુરેન્દ્રનગર: હાઇવે પર ઓઇલ ભરેલું ટેન્કર પલટ્યું, વાસણો લઇ ગ્રામજનો ઉમટ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ચોટીલા-મૂળી હાઇવે પર ખાનગી કંપનીનું ટેન્કર લઈને જતા ટેન્કરને અકસ્માત નળ્યો હતો જેને કારણે ટેન્કર પલટી ખાઈ ગયું હતું. પલટેલા ટેન્કરમાંથી ઓઇલ રોડ પર ઢોળાઈ ગયું હતું જેને લેવા માટે આસપાસના ગ્રામજનોએ રીતસરની પડાપડી કરી હતી. ઓઈલનું ટેન્કર ઢેઢુકી ગામ નજીક પલટી ગયું હતું જેનો મેસેજ વાયુવેગે આસપાસના ગામોમાં ફેલાઈ ગયો હતો. જેને કારણે આસપાસના ગ્રામજનો જે વાસણ મળ્યું તે હાથમાં લઈને અકસ્માતની જગ્યાએ ઓઇલ લેવા પહોંચી ગયા હતા. રસ્તા પર ઢોળાયેલ ઓઇલ તેમજ ટેન્કરમાંથી લીક થતું ઓઇલ લેવા માટે ગ્રામજનોએ રીતસરની પડાપડી કરી હતી.

ઘટના@સુરેન્દ્રનગર: હાઇવે પર ઓઇલ ભરેલું ટેન્કર પલટ્યું, વાસણો લઇ ગ્રામજનો ઉમટ્યાં
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા-મૂળી હાઇવે પર ખાનગી કંપનીનું ટેન્કર પલટી મારી ગયુ હતુ. જે બાદમાં ટ્રક ચાલક દ્વારા ગ્રામજનોને ઓઇલ ન લેવા માટે રજુઆત કરી પરંતુ મોટી સંખ્યામાં ગ્રામજનો હોવાને કારણે કોઈએ ટેન્કર ચાલકની વાત માન્યા વિના જેટલું ઓઇલ મળ્યું તેટલું લઈને ચાલતી પકડી.આખરે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતની જગ્યાને કોર્ડન કરી પરિસ્થિતિને કાબુમાં લીધી અને ગ્રામજનોએ ઘટનાસ્થળથી દુર કર્યા હતા. આ સાથે ટેન્કર ચાલકને પ્રાથમિક સારવાર અપાવવામાં આવી હતી. મહત્વનું છે કે, સૌરાષ્ટ્રમાં હાલ વરસાદી માહોલ જામેલો છે જેને કારણે ટેન્કર રોડની સાઈડથી નીચે ઉતરી ગયું હતું અને પલટી ખાઈ ગયું હતું, જેને કારણે ઓઇલથી ખચોખચ ભરેલા ટેન્કરમાંથી ઓઈલ રસ્તા પર ઢોળાઈ ગયું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો