ઘટના@સુરેન્દ્રનગર: 2 ટ્રક ધડાકાભેર અથડાતા કચ્ચરઘાણ, ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત

અટલ સમાચાર, ડેસ્ક સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક ડ્રાઇવરનું મોત નીપજ્યું છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઝમર પાસે વહેલી સવારે સર્જાયેલી કરૂણાંતિકામાં ડ્રાઇવરનું કેબિનમાં જ મોત થઈ જતા જાનહાનિ સર્જાઇ છે. જોકે, અકસ્માતના પગલે હાઇવે પર સીરામીકનો પાવડર ઢોળાઈ જતા ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા. બનાવની વિગત
 
ઘટના@સુરેન્દ્રનગર: 2 ટ્રક ધડાકાભેર અથડાતા કચ્ચરઘાણ, ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત

અટલ સમાચાર, ડેસ્ક

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક ડ્રાઇવરનું મોત નીપજ્યું છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઝમર પાસે વહેલી સવારે સર્જાયેલી કરૂણાંતિકામાં ડ્રાઇવરનું કેબિનમાં જ મોત થઈ જતા જાનહાનિ સર્જાઇ છે. જોકે, અકસ્માતના પગલે હાઇવે પર સીરામીકનો પાવડર ઢોળાઈ જતા ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા.

બનાવની વિગત એવી છે કે સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઝમર પાસે ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમૈાં કપચી ભરેલો ડમ્પર અને સીરામીક પાવડર ભરેલા ટ્રક વચ્ચે ઘડાકો બોલી ગયો હતો. અકસ્માતના પગલે સીરામીકનો પાવડર રસ્તામાં ઢોળાઈ ગયો હતો. અનેક કિસ્સામાં ડ્રાઇવરનો વાંક ન હોય તો પણ સામેના ચાલકની બેકાળજીના કારણે પણ જાનહાનિ સર્જાઈ છે અને લોકોના જીવ જતા રહેતા હોય છે ત્યારે વધુ એક અકસ્માતમાં હાઇવે પર જ ડ્રાઇવરની જિંદગી હણાઈ ગઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યું હતુ કે, આ સીરામીક પાવડર ભરેલા ટ્રકના ડ્રાઇવરનું કેબિનમાંજ મોત નીપજ્યું હતું. જોકે, પાવડર રસ્તા પર રેલાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. ડ્રાઇવરને કોઈ પણ પ્રકારની સારવાર મળે તે પહેલાં જ તે મોતને ભેટ્યો હતો. ડ્રાઇવરનો હાથ ખૂબ વિચ્છેદિત અવસ્થામાં હતો અને તેને મુશ્કેલીએ બહાર કાઢવામાં આવ્યો.