ઘટના@થરાદ: અઢી વર્ષની બાળકી બટન ગળી જતાં દોડધામ, મિનિટોમાં સફળ ઓપરેશન

અટલ સમાચાર, પાલનપુર થરાદ પંથકની એક અઢી વર્ષિય બાળકી બટન ગળી જવાની ઘટના સામે આવી છે. ઘટનાને લઇ પરિવારજનોએ ચિંતિત બની તાત્કાલિક અસરથી બાળકીને સારવાર અર્થે ખસેડવા કવાયત શરૂ કરી હતી. આ દરમ્યાન બાળકીને પાલનપુર ખાતે ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડોક્ટરને ત્યાં રીફર કરવામાં આવી હતી. જ્યાં તબીબે લેટેસ્ટ એન્ડોસ્કોપ (દૂરબીન)થી માત્ર 15 મિનિટમાં બટન સેલ કાઢી નાખી
 
ઘટના@થરાદ: અઢી વર્ષની બાળકી બટન ગળી જતાં દોડધામ, મિનિટોમાં સફળ ઓપરેશન

અટલ સમાચાર, પાલનપુર

થરાદ પંથકની એક અઢી વર્ષિય બાળકી બટન ગળી જવાની ઘટના સામે આવી છે. ઘટનાને લઇ પરિવારજનોએ ચિંતિત બની તાત્કાલિક અસરથી બાળકીને સારવાર અર્થે ખસેડવા કવાયત શરૂ કરી હતી. આ દરમ્યાન બાળકીને પાલનપુર ખાતે ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડોક્ટરને ત્યાં રીફર કરવામાં આવી હતી. જ્યાં તબીબે લેટેસ્ટ એન્ડોસ્કોપ (દૂરબીન)થી માત્ર 15 મિનિટમાં બટન સેલ કાઢી નાખી સફળ ઓપરેશન કરતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના નાની પાવલ ગામની સુરેશભાઇ પ્રજાપતિની અઢી વર્ષની દીકરી યસ્વી પ્રજાપતિ ગઇકાલે બટન સેલ ગઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો ચિંતિત થઇ જતાં બાળકીના પિતા અમદાવાદથી થરાદ દોડી આવ્યા હતા. જે બાદમાં બાળકીને બે-ત્રણ હોસ્પિટલમાં બતાવતાં તાત્કાલિક ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી. જેથી પરિવારજનો વ્યાકુળ બની દીકરીને પ્રથમ ડો.મહેશ ગઢવીને ત્યાં અને બાદમાં પાલનપુરના ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડો.એકાંત ગુપ્તાને ત્યાં ખસેડવામાં આવી હતી.

ઘટના@થરાદ: અઢી વર્ષની બાળકી બટન ગળી જતાં દોડધામ, મિનિટોમાં સફળ ઓપરેશન

આ તરફ પાલનપુરમાં આઇ.સી.યુ. એમ્બ્યુલન્સ દ્રારા ટ્યુબ અને ઓકિસજન સાથે રાત્રે 2:30 કલાકે ડો.એકાંત ગુપ્તાની હોસ્પિટલ ખસેડાતાં સારવાર શરૂ કરવામાં આવી હતી. જ્યાં ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડો.એકાંત ગુપ્તાએ લેટેસ્ટ એન્ડોસ્કોપ (દૂરબીન)થી માત્ર 15 મિનિટમાં બટન સેલ કાઢી નાખ્યુ હતુ. જેને લઇ પરિવારજનોએ રાહતનો શ્વાસ લેતાં બાળકી મેજર ઓપરેશન અને પરિવાર મોટા ખર્ચમાંથી બચી ગયો હતો.

ઘટના@થરાદ: અઢી વર્ષની બાળકી બટન ગળી જતાં દોડધામ, મિનિટોમાં સફળ ઓપરેશન

સમગ્ર મામલે ડો.એકાંત ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, આ બટન સેલ ફાટી જાય કે અન્નનળી કે જઠર જોડે ચોંટી જાય તો રાસાયણિક પ્રક્રિયા થઇને તેમાં કાણું પડે છે. જેમાં દર્દીનુ મોત પણ થઇ શકે છે. જોકે બટન સેલ આંતરડામાં આગળ જઇ અવરોધ ઉભો કરેતો મેજર ઓપરેશન પણ કરવુ પડતુ હોય છે. આ તરફ પાલનપુર અને ઉત્તર ગુજરાતમાં હવે ઘરઆંગણે અધતન સારવાર ઉપલબ્ધ થઇ હોવાથી અને બાળકી રમતી કૂદતી થઇ ગઇ હોવાથી યસ્વીના પરિવારજનોએ ડો.એકાંત ગુપ્તા પ્રત્યે આભાર સાથે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.