ઘટના@થરાદ: ખેતરમાંથી સોલાર પ્લેટોની ચોરી, અજાણ્યા ઇસમો સામે ફરીયાદ

અટલ સમાચાર, થરાદ થરાદ તાલુકાના ગામે ખેતરમાં લગાવેલ સોલારની પ્લેટોની ચોરી થઇ હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. સ્થાનિક ખેડૂતે ખેતીનું પિયત કરવા ટ્યુબવેલ હોઇ જે ચાલુ કરવા સોલારની પ્લેટો લગાવી હતી. જોકે ગત દિવસોએ કોઇ ચોર ઇસમ ચાર સોલાર પ્લેટોની ચોરી કરી પલાયન થઇ ગયો હતો. જે બાબતે જાણ થતાં થરાદના ખેડૂતે અજાણ્યા ઇસમ
 
ઘટના@થરાદ: ખેતરમાંથી સોલાર પ્લેટોની ચોરી, અજાણ્યા ઇસમો સામે ફરીયાદ

અટલ સમાચાર, થરાદ

થરાદ તાલુકાના ગામે ખેતરમાં લગાવેલ સોલારની પ્લેટોની ચોરી થઇ હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. સ્થાનિક ખેડૂતે ખેતીનું પિયત કરવા ટ્યુબવેલ હોઇ જે ચાલુ કરવા સોલારની પ્લેટો લગાવી હતી. જોકે ગત દિવસોએ કોઇ ચોર ઇસમ ચાર સોલાર પ્લેટોની ચોરી કરી પલાયન થઇ ગયો હતો. જે બાબતે જાણ થતાં થરાદના ખેડૂતે અજાણ્યા ઇસમ સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના દોલતપુર ગામે કરમશીભાઇ અદાભાઇ પટેલ ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2017માં તેમણે પોતાના ખેતરમાં પિયત કરવા ટ્યુબવેલ બનાવેલ હોઇ તેમાં સોલારની કુલ 24 પ્લેટો લગાવી હતી. આ તરફ ગત તા.06-11-2020ના રોજ સાંજે તેઓ ખેતરે કામ કરતાં દરમ્યાન તમામ પ્લેટો હાજર હતી. જોકે તા.07-11-2020ના રોજ સવારે આઠેક વાગે ટ્યુબવેલ ચાલુ કરવા જતાં ટ્યુબવેલ ચાલુ ન થતાં તેમણે તપાસ કરી હતી.

આ દરમ્યાન સોલારની પ્લેટો ચેક કરતાં 24માંથી કુલ 4પ્લેટોના વાયર કપાયેલ હાલતમાં અને પ્લેટો ન હોવાની તેઓ ચોંકી ઉઠ્યા હતા. જેથી તેમને આજુબાજુ શોધખોળ કરતાં મળી ન આવતાં અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યુ છે. આ તરફ ખેડૂતે અજાણ્યા ઇસમો સામે 4 સોલાર પ્લેટોની અંદાજે કિ.રૂ.20,000 ની ચોરીની ફરીયાદ નોંધાવી છે. થરાદ પોલીસે અજાણ્યા ઇસમ સામે આઇપીસીની કલમ 379 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.