બનાવઃ રાજકોટ જામનગર હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો, 2 લોકો ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, ડેસ્ક આજે વહેલી સવારે રાજકોટ જામનગર હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. બે મોટર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. નવા 150 ફૂટ રિંગરોડ થી રાજકોટ હાઇવે તરફ જતા ટ્રક સાથે બે કાર અથડાઈ હતી. ઈન્ડેન ગેસના ટ્રક સાથે એકસાથે બે કાર અથડાઈ હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત 2 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં
 
બનાવઃ રાજકોટ જામનગર હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો, 2 લોકો ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, ડેસ્ક

આજે વહેલી સવારે રાજકોટ જામનગર હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. બે મોટર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. નવા 150 ફૂટ રિંગરોડ થી રાજકોટ હાઇવે તરફ જતા ટ્રક સાથે બે કાર અથડાઈ હતી. ઈન્ડેન ગેસના ટ્રક સાથે એકસાથે બે કાર અથડાઈ હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત 2 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટ જામનગર હાઇવે પર મુખ્ય ચાર રસ્તા છે. આજે સવારે નવા 150 ફૂટ રિંગરોડ તરફથી ટ્રક આવતો હતો અને ટ્રકે રાજકોટ જવા તરફના માર્ગ પર વળાંક લીધો હતો. એ દરમિયાન સૌથી પહેલા સફેદ કલરની વેગનાર કાર ટ્રક સાથે અથડાઇ હતી. જોતજોતામાં તેની પાછળ આવી રહેલી ગ્રે કલરની i20 કાર અથડાઈ હતી. અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. જોકે, ટ્રકને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું. પરંતુ બંને કારની આગળના ભાગનો ખુરદો બોલાયો હતો. સાથે જ બંને કાર ચાલકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.