ઘટના@ઊંઝા: પ્રેમલગ્ન કરી છુટ્ટાછેડાં આપ્યાં, ઇસમોએ યુવકને માર મારી ધમકી આપતાં FIR

અટલ સમાચાર ડોટ કોમ, ઊંઝા ઊંઝામાં ઇસમોએ એક યુવકને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક યુવકે અગાઉ આરોપી યુવકની બહેન સાથે પ્રેમલગ્ન કર્યા બાદ છુટાછેડાં આપ્યા હતા. આમ છતાં આરોપીઓએ ભેગા મળી યુવકને ગુજરાત છોડી જતો રહેવાનું કહી લાફો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ પછી
 
ઘટના@ઊંઝા: પ્રેમલગ્ન કરી છુટ્ટાછેડાં આપ્યાં, ઇસમોએ યુવકને માર મારી ધમકી આપતાં FIR

અટલ સમાચાર ડોટ કોમ, ઊંઝા

ઊંઝામાં ઇસમોએ એક યુવકને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક યુવકે અગાઉ આરોપી યુવકની બહેન સાથે પ્રેમલગ્ન કર્યા બાદ છુટાછેડાં આપ્યા હતા. આમ છતાં આરોપીઓએ ભેગા મળી યુવકને ગુજરાત છોડી જતો રહેવાનું કહી લાફો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ પછી ફરી એકવાર અલગ-અલગ દિવસે આરોપીઓએ ચપ્પુ બતાવી તેમજ ગાડીથી ટક્કર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઇ છે. જેને લઇ ઊંઝા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ઊંઝા તાલુકાના રણછોડપુરાના યુવકને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઇ છે. રણછોડપુરાના કૌતુકગીરી ગોસાઇએ અગાઉ ઉપેરા ગામની યુવતિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે બાદમાં યુવતિના પરિવારજઓઅ ગત જાન્યુઆરી 2020ના બંનેના છુટ્ટાછેડાં કરાવ્યા હતા. જે બાદમાં યુવક અને યુવતિ વચ્ચે સંપર્ક તુટી ગયો હતો. આ તરફ આરોપીઓએ અગાઉ યુવકને લાફો મારી યુવતિથી દૂર રહેવા ધમકી આપી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, યુવકે નોંધાવેલી ફરીયાદ મુજબ 5 ઓગષ્ટ 2020ના રોજ પણ માથાકૂટ કરી હતી. જે બાદમાં દોઢેક માસ અગાઉ આરોપીઓએ કરણપુર પુલના છેડે ચપ્પું બતાવી ધમકી આપી હતી. આ સાથે ગત 21 ડીસેમ્બર 2020ના રોજ ફરી એકવાર ચપ્પું બતાવી ગાડીની ટક્કર મારીને માની નાંખવાની ધમકી આપી હતી. જે બાદમાં યુવકે કંટાળી તમામ સામે ઊંઝા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેને લઇ પોલીસે આરોપીઓ સામે આઇપીસી કલમ 323, 504, 506(2), 507, 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. પ્રકાશ સીતારામ પટેલ, ગામ-ઊંઝા, જી.મહેસાણા
  2. રજત દિનેશભાઇ પટેલ, ગામ-ઉપેરા, તા.ઊંઝા, જી.મહેસાણા
  3. સંજયભાઇ કોર્પોરેટર પટેલ
  4. રીમ્પેશ પટેલ
  5. વિરેન પટેલ, ગામ-ઊંઝા, જી.મહેસાણા