ઘટના@વડનગર: યુવતિને ફોસલાવી યુવક ભગાડી ગયો, આખો સમાજ પરિવારની પડખે

અટલ સમાચાર, વડનગર (મનોજ ઠાકોર) મહેસાણા જીલ્લાના વડનગર તાલુકાની યુવતિ છેક સાબરકાંઠા જીલ્લાના ઇડર ખાતે અભ્યાસ કરવા ગઇ હતી. આ દરમ્યાન સ્થાનિક યુવકે વિશ્વાસ કેળવી પરિચય આધારે મિત્રતા કરી હતી. આ પછી યુવતિ પરિવારને જાણ કર્યા વિના નીકળી જતાં ચોંકાવનારી સ્થિતિ બની હતી. યુવતિના માતા-પિતા સહિત પિડીત પરિવારને ઘટનાની જાણ થતાં પગતળે જમીન ખસી ગયાનો
 
ઘટના@વડનગર: યુવતિને ફોસલાવી યુવક ભગાડી ગયો, આખો સમાજ પરિવારની પડખે

અટલ સમાચાર, વડનગર (મનોજ ઠાકોર)

મહેસાણા જીલ્લાના વડનગર તાલુકાની યુવતિ છેક સાબરકાંઠા જીલ્લાના ઇડર ખાતે અભ્યાસ કરવા ગઇ હતી. આ દરમ્યાન સ્થાનિક યુવકે વિશ્વાસ કેળવી પરિચય આધારે મિત્રતા કરી હતી. આ પછી યુવતિ પરિવારને જાણ કર્યા વિના નીકળી જતાં ચોંકાવનારી સ્થિતિ બની હતી. યુવતિના માતા-પિતા સહિત પિડીત પરિવારને ઘટનાની જાણ થતાં પગતળે જમીન ખસી ગયાનો ઘાટ બન્યો છે. બનાવની જાણ થતાં સમગ્ર પ્રજાપતિ સમાજે મેદાનમાં આવી પિડીત પરિવારની પડખે રહી તંત્રને રજૂઆત કરી છે. જેમાં યુવતિને પરિવાર સાથે મિલાપ કરાવવા એસપીને સમાજના આગેવાને પત્ર લખ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@વડનગર: યુવતિને ફોસલાવી યુવક ભગાડી ગયો, આખો સમાજ પરિવારની પડખે

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાના વડનગર તાલુકાના એક ગામની યુવતિ અન્ય સમાજના યુવક સાથે પરિચયમાં આવી હતી. અભ્યાસકાળ દરમ્યાન અચાનક યુવતિ પરિવારને જાણ કર્યા વિના તે યુવક સાથે નીકળી ગઇ હતી. આ તરફ યુવતિના પરીજનોને ખબર પડતાં હરકતમાં આવી મથામણ કરી હતી. જેમાં અન્ય સમાજના યુવકે ફોસલાવીને યુવતિ સાથે કોર્ટ મેરેજ કરી લીધા હોવાનું પિડીત પરિવારને ધ્યાને આવતાં ચોંકી ગયા હતા. આથી ભારે હૈયે પોતાના પ્રજાપતિ સમાજના આગેવાનોને ધ્યાન દોરતાં સભા મળી હતી.

ઘટના@વડનગર: યુવતિને ફોસલાવી યુવક ભગાડી ગયો, આખો સમાજ પરિવારની પડખે

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સમાજની દીકરી વિશ્વાસમાં આવીને યુવક સાથે નીકળી ગઇ હોઇ પ્રજાપતિ સમાજે મહેસાણા એસપીને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં સ્વભાવે શાંત અને સંસ્કારી દીકરીને યુવકે લોભ-લાલચ આપીને લગ્ન કરી ધમકી આપી હોવાનું ઉમેર્યુ છે. આ સાથે મારા તાબે નહિ થાય તો તારો પરિવાર સલામત રહેશે અને ખોટી રીતે ફસાવી બદનામ કરી દઇશ તેવું યુવકે કહ્યુ હોવાના આક્ષેપ સાથે પ્રજાપતિ સમાજે દીકરી અને પરિવારની મુલાકાત કરાવી સુરક્ષા સાથે સુપ્રત કરવા રજૂઆત કરી છે.