બનાવ@વડનગર: ઉછીના પૈસા નહીં આપતાં ઇસમ પતિ-પત્નિ પર ધોકો લઇ તુટી પડ્યો, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, વડનગર વડનગરમાં યુવકે ઉછીના પૈસા નહી આપતાં ઇસમે તેમને માર માર્યાની ઘટના સામે આવી છે. આ તરફ યુવકની પત્નિ વચ્ચે પડતાં ઇસમે તેમને પણ માર માર્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ ગત દિવસોએ સ્થાનિક ઇસમ ફરીયાદી મહિલાના પતિ પાસે ઉછીના પૈસા લેવા આવ્યો હતો. જોકે યુવકે પૈસા નહીં આપતાં ઇસમે ઉશ્કેરાઇ જઇ
 
બનાવ@વડનગર: ઉછીના પૈસા નહીં આપતાં ઇસમ પતિ-પત્નિ પર ધોકો લઇ તુટી પડ્યો, ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, વડનગર

વડનગરમાં યુવકે ઉછીના પૈસા નહી આપતાં ઇસમે તેમને માર માર્યાની ઘટના સામે આવી છે. આ તરફ યુવકની પત્નિ વચ્ચે પડતાં ઇસમે તેમને પણ માર માર્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ ગત દિવસોએ સ્થાનિક ઇસમ ફરીયાદી મહિલાના પતિ પાસે ઉછીના પૈસા લેવા આવ્યો હતો. જોકે યુવકે પૈસા નહીં આપતાં ઇસમે ઉશ્કેરાઇ જઇ ધોકા વડે માથામાં માર માર્યો હતો. જેથી ફરીયાદી મહિલા વચ્ચે પડતાં ઇસમે તેમને પણ માર મારી બંનેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે વડનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વડનગરમાં ઉછીના પૈસા નહીં આપતાં યુવક પર હુમલાની ઘટના સામે આવી છે. વડનગરના નદીઓળ મહાદેવવાળા વાસમાં રહેતાં રાધાબેન સંજયભાઇ લુહાર 12 તારીખે પોતાના ઘરે હતા. આ દરમ્યાન રાત્રે આઠેક વાગ્યે તેમના પતિ સંજયભાઇ પાસે સોલંકી જોન ઉર્ફે વિનોદભાઇ નારણભાઇ ઉછીના પૈસા લેવા આવ્યો હતો. જોકે સંજયભાઇએ પૈસા આપાની ના પાડતાં ઇસમે ગાળાગાળી કરી સંજયભાઇના માથામાં ધોકો માર્યો હતો. જેથી રાધાબેન વચ્ચે પડતાં ઇસમે તેમને પણ ધોકા વડે માર માર્યો હતો.

બનાવ@વડનગર: ઉછીના પૈસા નહીં આપતાં ઇસમ પતિ-પત્નિ પર ધોકો લઇ તુટી પડ્યો, ગુનો દાખલ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઉછીના પૈસા નહીં આપતાં પતિ-પત્નિને માર મારતાં હોબાળો થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા. આ તરફ આરોપી ઇસમે જતાં જતાં કહેલ કે, આજે તો તમો બંને બચી ગયા છો પરંતુ લાગ આવેથી તમો બંનેને જાનથી મારી નાંખીશ. જે બાદમાં બંને પતિ-પત્નિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા બાદ મહિલાએ ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. વડનગર પોલીસે ઇસમ સામે આઇપીસી 354, 323, 504, 506(2) અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.