બનાવ@વડોદરા: કોવિડ હૉસ્પિટલમાં ફરજ બજાવતી નર્સની લાશ મળતાં ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક વડોદરા કારેલીબાગ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા શિલ્પા પટેલ આજવારોડ, કમલાનગર પાસે રહેતા હતા. થોડા દિવસથી તેમને ગોત્રી કોવિડ હૉસ્પિટલમાં ફરજ સોંપવામાં આવી હતી. શિલ્પાની શુક્રવારે નાઇટ શિફ્ટ હોવાથી તે પોતાના ટુ વ્હિલર પર ગોત્રી હોસ્પિટલ જવા માટે નીકળી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
બનાવ@વડોદરા: કોવિડ હૉસ્પિટલમાં ફરજ બજાવતી નર્સની લાશ મળતાં ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરા કારેલીબાગ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા શિલ્પા પટેલ આજવારોડ, કમલાનગર પાસે રહેતા હતા. થોડા દિવસથી તેમને ગોત્રી કોવિડ હૉસ્પિટલમાં ફરજ સોંપવામાં આવી હતી. શિલ્પાની શુક્રવારે નાઇટ શિફ્ટ હોવાથી તે પોતાના ટુ વ્હિલર પર ગોત્રી હોસ્પિટલ જવા માટે નીકળી હતી.

 

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જે બાદ 8.30 વાગ્યાની આસપાસ કોઇએ પોલીસને જાણ કરી હતી કે, વૈકુંઠ-૨ સોસાયટીના પાછળના દરવાજા પાસે એક મહિલાની લાશ પડી છે. પોલીસે આવીને તપાસ કરતા જાણ થઇ કે, આ લાશ નર્સ શિલ્પા પટેલની છે. જે બાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સુત્રોએ જણાવ્યુ હતું કે, શિલ્પાના એક્ટિવાને કોઇ વાહનની ટક્કરથી નુકસાન થયુ હોવાનુ જણાઇ આવ્યુ નથી. બીજી તરફ શિલ્પાના શરીર ઉપર પણ અકસ્માતથી થાય તેવા ઇજાના નિશાન નથી પરંતુ તેના ચહેરા ઉપર ફટકા મારવામાં આવ્યા હોય તેવા સ્પષ્ટ નિશાન છે એટલે આ બનાવ હત્યાનો હોવાનું જણાઇ રહ્યુ છે આ ઘટનાના પગલે કોરોનો સામે જંગ લડી રહેલા નર્સિંગ સ્ટાફમાં ફફડાટ ફેલાણો છે.

પોલીસે લાશનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. લાશને હાલમાં કોલ્ડરૃમમાં રાખવામાં આવી છે અને કાલે તેનુ પોસ્ટમોર્ટમ થશે. શિલ્પાના પતિ પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે.