ઘટના@વડોદરા: મહેસાણાથી ઝડપાયેલા કુખ્યાત ગેંગસ્ટરની સેન્ટ્રલ જેલમાં હત્યા

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચેની મારામારીમાં કેદી અજ્જુ કાણીયાની જેલમાં હત્યા થઇ છે. કુખ્યાત ગેંગસ્ટર અજ્જુ કાણીયાને ગત દિવસોએ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મહેસાણાના કડી ખાતેથી ઝડપી પાડ્યો છે. સેન્ટ્રલ જેલમાં બંધ અન્ય કેદીઓ સાથે અજ્જુને ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં એક કેદીએ અજ્જુને પતરૂ ગળામાં મારતા તે ગંભીર રીતે ઘાયલ
 
ઘટના@વડોદરા: મહેસાણાથી ઝડપાયેલા કુખ્યાત ગેંગસ્ટરની સેન્ટ્રલ જેલમાં હત્યા

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચેની મારામારીમાં કેદી અજ્જુ કાણીયાની જેલમાં હત્યા થઇ છે. કુખ્યાત ગેંગસ્ટર અજ્જુ કાણીયાને ગત દિવસોએ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મહેસાણાના કડી ખાતેથી ઝડપી પાડ્યો છે. સેન્ટ્રલ જેલમાં બંધ અન્ય કેદીઓ સાથે અજ્જુને ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં એક કેદીએ અજ્જુને પતરૂ ગળામાં મારતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેમાં તેનું સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ ગેંગસ્ટરની અન્ય કેદીઓ સાથેની માથાકૂટમાં હત્યા કરી દેવામાં આવી છે. ગેંગસ્ટર અજ્જુ કાણીયો ખંડણી, લૂંટ જેવા ગુનાઓમાં વોન્ટેડ હતો જે બાદ અજ્જુ કાણીયાની તાજેતરમાં જ ક્રાઇમ બ્રાંચે મહેસાણાથી ધરપકડ કરી હતી. જે બાદ તે જેલમાં બંધ હતો. હાલ રાવપુરા પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. અજ્જુ કાણીયા સામે અત્યાર સુધીમાં હત્યાની કોશિષ, લૂંટ, મારામારી અને ખંડણી જેવા વિવિધ પ્રકારના 31થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. 4 વખત પાસામાં પણ ધકેલાયો હતો, જ્યારે બે વખત તડીપાર થયો હતો.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, વડોદરામાં વાડી ખાનગાહ મહોલ્લાની જમીન ખરીદનાર કાપડના વેપારી પાસે એક ફલેટ અને રોકડા 10 લાખની ફિરોતી માંગનાર શહેરનો નામચીન ગુનેગાર અજ્જુ કાણીયો જૂન મહિનામાં મોડીરાતે બે વાગે પોલીસને ચકમો આપીને પોલીસ સ્ટેશનમાંથી ભાગી ગયો હતો. જે બાદ તેને મહેસાણાના કડી ખાતે એક ગેસ્ટ હાઉસમાં અજ્જુ કાણીયાએ આશ્રય લીધો હોવાની મળેલી બાતમીના આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે પહોચીને તેને ઝડપી પાડ્યો હતો. તેની સાથે મહંમદ અનાસની પણ ધરપકડ કરી હતી.