ઘટના@વલસાડઃ વીમો પકવવા પોતાના ટ્રકોની ચોરી કરાવી ભંગારમાં વેચી મારતો, અંતે ધરપકડ

અટલ સમાચાર, ડેસ્ક વલસાડ જિલ્લાના પારડી ના કપ્તાન સિંગ નામના એક ટ્રક માલિકે પોતાની એક ટ્રક વલસાડ નજીક હાઈ-વે પરથી ચોરાઈ હોવાનું ફરિયાદ નોંધાવી હતી આથી વલસાડ જિલ્લાની પોલી ટ્રક ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે કામે લાગી હતી. વલસાડ એલસીબી પોલીસે મહારાષ્ટ્ર ધુલિયાના માં હાઇવે પર આવેલા એક ભંગારના ગોડાઉનમાં થી વલસાડ નજીક હાઈ-વે પરથી
 
ઘટના@વલસાડઃ વીમો પકવવા પોતાના ટ્રકોની ચોરી કરાવી ભંગારમાં વેચી મારતો, અંતે ધરપકડ

ટલ સમાચાર, ડેસ્ક

વલસાડ જિલ્લાના પારડી ના કપ્તાન સિંગ નામના એક ટ્રક માલિકે પોતાની એક ટ્રક વલસાડ નજીક હાઈ-વે પરથી ચોરાઈ હોવાનું ફરિયાદ નોંધાવી હતી આથી વલસાડ જિલ્લાની પોલી ટ્રક ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે કામે લાગી હતી. વલસાડ એલસીબી પોલીસે મહારાષ્ટ્ર ધુલિયાના માં હાઇવે પર આવેલા એક ભંગારના ગોડાઉનમાં થી વલસાડ નજીક હાઈ-વે પરથી ચોરાયેલી ટ્રકનો ભંગાર મળી આવ્યો હતો. આથી પોલીસે આ ભંગારનાં ગોડાઉન માલિકની ધરપકડ કરી તેની આગવી ઢબે પુછપરછ કરી હતી. આથી પોલીસની પૂછપરછમાં ઝડપાયેલા આરોપીઓએ પોપટની જેમ ગુનો સ્વીકાર્યો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાઇવે પરથી ચોરાયેલું ટ્રક એ કોઈ વાહનચોર ગેંગ નહીં પરંતુ ખુદ આ ફરિયાદમાં ફરિયાદી એવા ટ્રક માલિક પોતે જ પોતાની જ ટ્રકની ચોરી કરાવી હતી અને તેને બારોબાર ભંગારના ગોડાઉનમાં આપી અને તેને કપાવી અને રાતોરાત ભંગારમાં ફેરવી દીધી હતી. જોકે આવી અજીબો-ગરીબ તરકીબ અજમાવવાનું કારણ ટ્રક માલિક ટ્રક નો વીમો પકવવા માટે આ ભંગારના ગોડાઉન માલિક અને આના અન્ય આરોપીઓની સાથે મળી અને પોતાની જ ટ્રકની ચોરી નું કારસો રચ્યો હતો. આમ ચક્કર આવી જાાય તેવા કૌભાંડ માં પોલીસે અત્યાર સુધી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી આ ગેંગ દ્વારા સાતથી આઠ ટ્રકોને આવી રીતે જ ચોરી અને મહારાષ્ટ્રના ધુલીયાના ભંગારના ગોડાઉનમાં વેચી અને તેના ટુકડા કરી અને દરેક સ્પેરપાર્ટ અલગ કરી અને બારોબાર સગેવગે કરતા હતા .ટ્રક ચોરીનું કૌભાંડ આચરવા નું કારણ ટ્રક માલિકો પોતાની જ ટ્રક નો વીમો પકવવા માટે શોર્ટકટમાં પૈસા કમાવવા કૌભાંડ આચરતા હતાઆ ગુનાના ફરિયાદી કપ્તાન સિંગ અગાઉ પણ પોતાની ચાર ટ્રકોની ચોરીની ફરિયાદ નોંધાવી ચૂક્યા છે જેમાં પણ હકીકત બહાર આવી છે કે અગાઉ પોતાની 3 ટ્રકોને આવી જ રીતે ચોરાવી અને મુંબઈમાં વેચી મારી હતી અને આ ચોથી ટ્રકની ચોરી ની ફરિયાદ દાખલ કરાવી હતી. પરંતુ આ ચોથી ટ્રકમાં તેઓ પોલીસના હાથે ચાલાકી કરતાં ઝડપાઈ ગયા હતા.