ઘટના@વારાહી: 24 લાખથી વધુનાં ચોખા ભરી ટ્રક નિકળી, 33 બોરી ચોરાઈ જતા દોડધામ

અટલ સમચારા ડોટ કોમ,વારાહી કચ્છ તરફ જઈ રહેલ ટ્રકમાંથી બાસમતી ચોખાની બોરીઓ ચોરાઈ હોવાની ઘટના સામે આવી છે. વારાહી ટોલ નાકા પાસે ટ્રક ઉભી રહી હતી તે દરમ્યાન મોટી સંખ્યામાં ચોખાની બોરીઓ ગાયબ જોવા મળી હતી.. ચાલકે તપાસ કરતા ટ્રકમાંથી તાડપત્રી કાપીને કુલ 33 બોરીઓ ઓછી જોવા મળી હતી. આ મામલે ડ્રાઈવરે તેના શેઠને જાણ
 
ઘટના@વારાહી: 24 લાખથી વધુનાં ચોખા ભરી ટ્રક નિકળી, 33 બોરી ચોરાઈ જતા દોડધામ

અટલ સમચારા ડોટ કોમ,વારાહી

કચ્છ તરફ જઈ રહેલ ટ્રકમાંથી બાસમતી ચોખાની બોરીઓ ચોરાઈ હોવાની ઘટના સામે આવી છે. વારાહી ટોલ નાકા પાસે ટ્રક ઉભી રહી હતી તે દરમ્યાન મોટી સંખ્યામાં ચોખાની બોરીઓ ગાયબ જોવા મળી હતી.. ચાલકે તપાસ કરતા ટ્રકમાંથી તાડપત્રી કાપીને કુલ 33 બોરીઓ ઓછી જોવા મળી હતી. આ મામલે ડ્રાઈવરે તેના શેઠને જાણ કરતા તપાસ કરાવી હતી. ઘટનાને પગલે ટ્રકચાલકે અજાણ્યા ઈસમો વિરૂધ્ધ વારાહી પોલીસ મથકે ફરીયાદ દાખલ કરાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દિલ્લીથી 24,40,000/-ના ચોખા ભરીને ટ્રક પસાર થઈ હતી. આ દરમ્યાન કચ્છ તરફ જતાં ટ્રક વારાહી ટોલ નાકેથી પસાર થઈ હતી. સરેરાશ 400 ક્વિન્ટલ ચોખાં લઈ જતા દરમ્યાન ઉતારવાના સ્થળે પહોંચે તે પહેલા જ ચોરીની ઘટના બની હતી. ટોલનાકા પાસે પહોંચતા દરમ્યાન ટ્રક ચાલક અને સાથીદાર ટ્રકમાંથી નીચે આવ્યા હતાં. ચા-પાણી કરીને ટ્રક પાસે આવ્યા ત્યારે અચાનક નજર જતાં ટ્રક ઉપરની તાડપત્રી તુટેલી જોઈ ચોંકી ગયા હતાં. ભારે મુંઝવણ વચ્ચે ચોખાનો જથ્થો તપાસતાં 33 બોરીઓ ગાયબ જોવા મળી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ડ્રાઈવરે ટ્રકની તાડપત્રી નીચે રહેલી ચોખાની બોરીઓ ગણતરી કરી હતી. જેમાં કુલ 800 માંથી 33 બોરીઓ ઘટ માલુમ પડતાં ચોરી થયાનુ સામે આવ્યુ હતુ. ડ્રાઈવરના કહ્યા પ્રમાણે જ્યારે આ પહેલા છેલ્લે ડીસા દેવીકૃપા હોટલ પાસે રોકાયા ત્યારે ટ્રકમાં પડેલ ચોખાનો જથ્થો બરાબર હતો. જેથી વારાહી ટોલનાકા પાસે કોઈ અજાણ્યા ઈસમોએ ચોરી કરી હોવાની આશંકા છે. ઘટનાને પગલે ટ્રક ચાલક અબ્દુલગફારે કુલ 1,00,650/- ના માલસામાનની ચોરી થઈ હોવાની ફરિયાદ દાખલ કરાવી છે. જેને પગલે વારાહી પોલીસે અજાણ્યા ઈસમો વિરૂધ્ધ આઈપીસી કલમ 379 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.