આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

વાવ તાલુકાના ગામે સુજલામ-સુફલામ યોજના અંતર્ગત હાથ ધરાયેલાં કામોમાં બેફામ ખનીજ ચોરી સામે ગ્રામજનોએ ગંભીર આક્ષેપો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. આ તરફ આજે બેફામ ઓવરલોડ ખનીજ ભરીને જતાં ડમ્પરના ચાલકે ગફલતભર્યુ ડ્રાઇવિંગ કરતાં પરીવારને મોટો અકસ્માત નડતાં બચી ગયો હતો. જેને લઇ ગ્રામજનોએ મોટી સંખ્યામાં એકઠા થઇ રસ્તો બંધ કર્યો હતો.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

અગાઉ આપેલા આવેદનમાં ગામના તળાવોમાં મોટાપાયે ખનન થઇ રહ્યાનું અને સરપંચના પતિની મનમાનીથી કાયદાનું ઉલ્લંખન કરી નિયમ વિરૂધ્ધ કામગીરી થઇ રહ્યાના ગંભીર આક્ષેપો કર્યા છે. આ સાથે માટી લેવાની પરવાનગીની તારીખ પુર્ણ થઇ ગઇ હોવા છતાં હાલ કામગીરી ચાલુ હોવાનો પણ આક્ષેપ કરતાં હડકંપ મચી ગયો છે.

 બનાસકાંઠા જીલ્લામાં હાલ ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ રાષ્ટ્રીય ધોરીમાર્ગનું કામ ચાલી રહ્યુ છે. આ તરફ વાવ તાલુકાના રામપુરા ગામના તળાવમાંથી ઇજારદારો અને સરપંચના પતિએ મનમાનીથી કાયદાનું ઉલ્લંઘન કરી નિયમ વિરૂધ્ધ કામગીરી કરી હોવાની રજૂઆત અગાઉ કલેક્ટરને કરી હતી. જે બાદમાં આજે ઓવરલોડ ખનીજ ભરીને જતાં ડમ્પરો રોકાવી ગ્રામજનોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ગત દિવસોએ કલેક્ટરને આપેલા આવેદનમાં ગ્રામજનોએ સરપંચના પતિ સહિતન સામે ગંભીર આક્ષેપો કરી આ મામલે વધુ તપાસ કરવા રજૂઆત કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગ્રામજનો દ્રારા અગાઉ સ્થાનિક તંત્રને પણ રજૂઆતો કર્યા બાદ કલેક્ટરને રજૂઆત કરી હતી. આ સાથે અગાઉના આવેદનમાં તંત્ર દ્રારા કેટલું ખોદકામ કરવુ અને કેટલી માટી લેવા આપવામાં આવેલ પરવાનગીથી વિરૂધ્ધ વધુ માત્રામાં ખોદકામ કરવામાં આવ્યુ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

આજે સવારે ઓવરલોડ ખનીજ ભરેલાં ડમ્પર બેફામ સ્પિડે જતાં હોઇ એક પરિવાર અડફેટે આવતાં બચી ગયુ હતુ. જેને લઇ ગ્રામજનોએ ભારે આક્રોશ સાથે રસ્તો બંધ કરાવી પોતા નો રોષ વ્યક્ત કર્યો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code