ઘટના@વેરાવળ: નશો કરી પોલીસવાનમાં જ રંગરેલિયા કરતાં કોન્સ્ટેબલને લોકો દ્રારા મેથીપાક, આખરે સસ્પેન્ડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે રાજકોટ જીલ્લામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ ગ્રામ્યનાં શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ નશાની હાલતમાં ભાન ભૂલ્યો હતો. નાશની હાલતમાં જ પોલીસ વાનમાં એક યુવતી સાથે રંગરેલિયા કરતો સ્થાનિક લોકોના હાથે રંગેહાથ ઝડપાયો હતો. સ્થાનિક લોકોએ કોન્સ્ટેબલનો રંગરેલિયા કરતો વીડિયો મોબાઇલમાં ઉતારી લીધો હતો. બાદમાં
 
ઘટના@વેરાવળ: નશો કરી પોલીસવાનમાં જ રંગરેલિયા કરતાં કોન્સ્ટેબલને લોકો દ્રારા મેથીપાક, આખરે સસ્પેન્ડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે રાજકોટ જીલ્લામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ ગ્રામ્યનાં શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ નશાની હાલતમાં ભાન ભૂલ્યો હતો. નાશની હાલતમાં જ પોલીસ વાનમાં એક યુવતી સાથે રંગરેલિયા કરતો સ્થાનિક લોકોના હાથે રંગેહાથ ઝડપાયો હતો. સ્થાનિક લોકોએ કોન્સ્ટેબલનો રંગરેલિયા કરતો વીડિયો મોબાઇલમાં ઉતારી લીધો હતો. બાદમાં લોકોએ કોન્સ્ટેબલના કપડાં ઉતારી મેથીપાક ચખાડી ગામમાં ફુલેકું ફેરવ્યું હતું. જોકે સમગ્ર ઘટનાને લઇ એસપીએ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજકોટ જીલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં શાપર-વેરાવળ ગામથી ઢોલરા રોડ ઉપર હેડ કોન્સ્ટેબલ દારૂના નશાની હાલતમાં રંગરેલીયા કરતો હતો. આથી સ્થાનિક લોકોએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો. બાદમાં લોકો માર મારતા હતા અને ફુલેકું ફેરવી રહ્યાં હતા ત્યારે પોલીસ સ્ટેશનના PI દોડી આવ્યા હતા. PIએ સ્થાનિકો લોકોના મોબાઇલ જપ્ત કરી લીધા હતા. આથી લોકો રોષે ભરાયા હતા. સ્થાનિક લોકો સાથે શાપર-વેરાવળ પોલીસે ગેરવર્તન કર્યું હતું. સ્થાનિક લોકોએ રંગરેલીયા કરતા હેડ કોન્સ્ટેબલને રંગેહાથ ઝડપ્યો ત્યારે તે પટ્ટો ઉતારી લોકોને મારવા દોડ્યો હતો. પીધેલી હાલતમાં અશ્વિન મકવાણાને બચાવવા સ્થાનિક પોલીસે પણ પ્રયાસ કર્યો હતો. જોકે ગ્રામજનોએ અશ્વિન મકવાણાની લીલા પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી હતી.

ઘટના@વેરાવળ: નશો કરી પોલીસવાનમાં જ રંગરેલિયા કરતાં કોન્સ્ટેબલને લોકો દ્રારા મેથીપાક, આખરે સસ્પેન્ડ

સમગ્ર મામલે રાજકોટ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, હાલ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે. આજે સાંજ સુધીમાં રિપોર્ટ તૈયાર થયે જ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવા સુધીનાં પગલા ભરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ખાખીના નામે કલંક ગણાતા પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. વિગતો મુજબ અશ્વિનની નાઈટ ડ્યૂટી હતી અને તેને સેકન્ડ મોબાઈલની ફરજ પર મુકાયો હતો. લોધિકામાં એક એ.ડી. હોવાથી તે રાત્રે ડ્રાઈવર સાથે ત્યાં ગયો હતો. સવારે 5 વાગ્યે શાપર પોલીસ સ્ટેશને જીપ પડી હતી અને ડ્રાઈવરની ડ્યૂટી પૂરી થવાની હતી ત્યાં અશ્વિને ડ્રાઈવર પાસેથી જીપની ચાવી માગી હતી અને એકલો જીપ લઈ ગયો હતો. એસપી બલરામ મીણાના જણાવ્યા અનુસાર વાહન ફક્ત ડ્રાઈવરને ચલાવવાનું હોય છે અંગત કામો માટે પોલીસ વાનનો ઉપયોગ કરવાની સ્પષ્ટ મનાઈ હતી.