ઘટના@વિજાપુર: ફોટા કેમ પાડે છે કહી ખેડૂતને ગામના જ 2 ઇસમે મારી ધમકી આપતાં FIR

અટલ સમાચાર ડોટ કોમ, વિજાપુર વિજાપુર તાલુકાના ગામે નજીવી બાબતે યુવકને સોટીથી ફટકારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. આજે સવારે સ્થાનિક ખેડૂત પોતાના ખેતરે ગયા બાદ ત્યાં ગામના ઇસમો ટ્રેક્ટર લઇ તેમના ખેતરમાંથી નીકળતાં હતા. આ દરમ્યાન ફરીયાદી ખેડૂતે તેમનો ફોટો પાડતાં ઇસમોએ ઉશ્કેરાઇ જઇ ખેડૂતને ગાંઠો વાળી સોટીથી ફટકાર્યો
 
ઘટના@વિજાપુર: ફોટા કેમ પાડે છે કહી ખેડૂતને ગામના જ 2 ઇસમે મારી ધમકી આપતાં FIR

અટલ સમાચાર ડોટ કોમ, વિજાપુર

વિજાપુર તાલુકાના ગામે નજીવી બાબતે યુવકને સોટીથી ફટકારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. આજે સવારે સ્થાનિક ખેડૂત પોતાના ખેતરે ગયા બાદ ત્યાં ગામના ઇસમો ટ્રેક્ટર લઇ તેમના ખેતરમાંથી નીકળતાં હતા. આ દરમ્યાન ફરીયાદી ખેડૂતે તેમનો ફોટો પાડતાં ઇસમોએ ઉશ્કેરાઇ જઇ ખેડૂતને ગાંઠો વાળી સોટીથી ફટકાર્યો હતો. જે બાદમાં તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘટનાને લઇ ખેડૂતે ગામના જ બે ઇસમો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના મલાવ ગામના જીવાભારથી શંકરભારથી ગોસ્વામી આજે સવારે નવેક વાગે પોતાના ખેતરે હતા. આ દરમ્યાન ગામના મહેન્દ્રસિંહ ભવાનસિંહ ચૌહાણ અને બળવંતસિંહ ભવાનસિંહ ચૌહાણ પોતાનું ટ્રેક્ટર લઇને તેમના ખેતરમાંથી પસાર થતાં હતા. જેથી જીવાભારથીએ ફોટો પાડવા જતાં મહેન્દ્રસિંહે ઉશ્કેરાઇ જઇ કેમ ફોટા પાડે છે કહીને ગાંઠવાળી સોટી વડે માર માર્યો હતો. જ્યાં જીવાભારથીએ હાથ આડો કરતાં હથેળી પર સોટી વાગી હતી.

ઘટના@વિજાપુર: ફોટા કેમ પાડે છે કહી ખેડૂતને ગામના જ 2 ઇસમે મારી ધમકી આપતાં FIR
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, નજીવી બાબતે યુવકને સોટીથી મારી જાનથી મારી નાંખવાની ધમકી આપવા મામલે બે ઇસમ સામે ફરીયાદ નોંધાઇ છે. આજે વહેલી સવારે ખેતરમાં ગયેલા યુવકને ધમકાવતા ઇસમોએ કહ્યું હતુ કે, આજે તો તું બચી ગયો છે પરંતુ લાગ આવશે તો તને જાનથી મારી નાંખીશુ. જેને લઇ ફરીયાદી ખેડૂતે ગામના 2 ઇસમ સામે લાડોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. ઘટનાને લઇ લાડોલ પોલીસે બે ઇસમના નામજોગ આઇપીસી 323, 504, 506(2), 114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.