બનાવ@વિજયનગર: પિતાએ ઠપકો આપતાં ઘરેથી નીકળેલો સગીર ગુમ, અપહરણની ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, વિજયનગર વિજયનગર તાલુકાના ગામે સગીર દીકરાને તેના પિતાએ ઠપકો આપ્યાં બાદ તે ગુમ થયો હોવાની ઘટના સામે આવી છે. પંથકના શિક્ષકનો દીકરો ભણવામાં ધ્યાન ન આપતો હોઇ અને મોબાઇલ સાથે ચેડાં કરતો હોઇ તેમને સગીર દીકરાને ઠપકો આપ્યો હતો. જેથી સગીર ગુસ્સામાં આવી ગામમાં જતો રહ્યાં બાદ મોડીરાત સુધી પરત નહીં
 
બનાવ@વિજયનગર: પિતાએ ઠપકો આપતાં ઘરેથી નીકળેલો સગીર ગુમ, અપહરણની ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, વિજયનગર

વિજયનગર તાલુકાના ગામે સગીર દીકરાને તેના પિતાએ ઠપકો આપ્યાં બાદ તે ગુમ થયો હોવાની ઘટના સામે આવી છે. પંથકના શિક્ષકનો દીકરો ભણવામાં ધ્યાન ન આપતો હોઇ અને મોબાઇલ સાથે ચેડાં કરતો હોઇ તેમને સગીર દીકરાને ઠપકો આપ્યો હતો. જેથી સગીર ગુસ્સામાં આવી ગામમાં જતો રહ્યાં બાદ મોડીરાત સુધી પરત નહીં ફરતાં પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. આ તરફ સગીરના પિતાએ અજાણ્યો ઇસમ તેમના પુત્રનું અપહરણ કરીને લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના નવાગામ ધનેલાના હીરાભાઇ કડવાજી અસારી શિક્ષક તરીકે નોકરી કરે છે. ગત તા.11 માર્ચના રોજ સાંજે હીરાભાઇએ પોતાનો સગીર દીકરો ભણવામાં ધ્યાન આપતો ન હોઇ અને મોબાઇલમાં ચેડાં કરતો હોઇ તેને ઠપકો આપ્યો હતો. જેથી ગુસ્સામાં આવીને સગીર ગામમાં જતો રહ્યો હોઇ મોડીરાત સુધી પરત નહીં આવતાં પરિવારે બેબાકળાં બની શોધખોળ હાથ ધરી હતી. આ તરફ સગા-સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં દીકરો નહીં મળતાં આખરે અજાણ્યાં ઇસમ સામે અપહરણની ફરીયાદ નોંધાવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વિજયનગરમાં પિતાએ ઠપકો આપતાં ગુસ્સામાં ઘરમાંથી નીકળી ગયેલ સગીર પુત્ર ઘરે નહીં ફરતાં ચોંકાવનારી સ્થિતિ બની છે. ગત દિવસોએ પિતાએ પોતાનો પુત્ર મોબાઇલમાં વધુ ધ્યાન આપતો હોઇ અને અભ્યાસમાં બેધ્યાન હોઇ ઠપકો આપ્યો હતો. જોકે સગીરને ખોટું લાગી જતાં ઘરેથી નીકળી ગયા બાદ પરત ન ફરતાં પરિવારે અપહરણની ફરીયાદ નોંધાવી છે. વિજયનગર પોલીસે અજાણ્યાં ઇસમ સામે આઇપીસી કલમ 363 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.