ઘટના@વડાલી: પરીણિતાએ પતિ, સસરા સહિત 4 સામે નોંધાવી શારીરિક-માનસિક ત્રાસથી ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, વડાલી વડાલીમાં રહેતી પરીણિતાએ મહેસાણાના પતિ અને સસરા, કાકાસસરા સહિતના સામે શારીરિક-માનસિક ત્રાસની ફરીયાદ નોંધાવી છે. વિગતો મુજબ અમદાવાદની મહિલાના લગ્ન મહેસાણાના યુવક સાથે થયા બાદ યુવકને જીઇબીમાં નોકરી આવી હતી. જે બાદમાં વડાલી રહેવા ગયા બાદ પતિની બદલી થતાં તે એકલો મહેસાણાથી અપડાઉન કરતો હતો. આ સાથે પરીણિતાના પુત્રને પણ
 
ઘટના@વડાલી: પરીણિતાએ પતિ, સસરા સહિત 4 સામે નોંધાવી શારીરિક-માનસિક ત્રાસથી ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, વડાલી

વડાલીમાં રહેતી પરીણિતાએ મહેસાણાના પતિ અને સસરા, કાકાસસરા સહિતના સામે શારીરિક-માનસિક ત્રાસની ફરીયાદ નોંધાવી છે. વિગતો મુજબ અમદાવાદની મહિલાના લગ્ન મહેસાણાના યુવક સાથે થયા બાદ યુવકને જીઇબીમાં નોકરી આવી હતી. જે બાદમાં વડાલી રહેવા ગયા બાદ પતિની બદલી થતાં તે એકલો મહેસાણાથી અપડાઉન કરતો હતો. આ સાથે પરીણિતાના પુત્રને પણ યુવકના કાકાસસરા સહિતને પોતાની પાસે રાખી મહિલાને સોંપ્યો ન હતો. આ તરફ મહિલા પોતાના પિયરમાં જતાં તેનો પતિ સહિતના વડાલી આવી મકાનમાંથી બધો સામાન લઇને જતાં રહ્યા હતા. સમગ્ર મામલે મહિલાએ પોતાના પતિ સહિત 4 લોકો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના વડાલીમાં ભાડેથી રહેતી પરીણિતાને પતિ સહિતના સામે ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવી છે. ફરીયાદ મુજબ અમદાવાદની યુવતિના લગ્ન મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના ગુંજા ગામના દિલીપ ચાવડા સાથે થયા હતા. જે બાદમાં બંનેને લગ્ન જીવન દરમ્યાન એક પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો હતો. જોકે પુત્રને દિલીપના કાકાસસરા હરજીવનભાઇ ચાવડા, નંણદોઇ મહેશકુમાર સાલ્વી અને સસરા નરોત્તમભાઇ સહિતના પોતાની પાસે રાખી પરીણિતાને સોંપતાં ન હતા. આ દરમ્યાન દિલીપને જીઇબીમાં નોકરી આવતાં તેનું પોસ્ટીંગ વડાલી થતાં તેઓ અમદાવાદથી વડાલી રહેવા ગયા હતા. જે બાદમાં ફરી દિલીપની બદલી કડી થતાં દીલીપ એકલો જ પરીણિતા અને પુત્રની મુકી ગુંજાથી કડી અપડાઉન કરતો હતો. આ સાથે તેમને ઘર ખર્ચ માટે પૈસા પણ આપતો ન હતો.

ઘટના@વડાલી: પરીણિતાએ પતિ, સસરા સહિત 4 સામે નોંધાવી શારીરિક-માનસિક ત્રાસથી ફરીયાદ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, શનિવારે પરીણિતા વડાલીથી પોતાના પિયર અમદાવાદ ગયા બાદ તેના પતિ સહિતના ભાડાના ઘરમાં પ્રવેશ કરી તમામ સામાન પોતાના ઘરે લઇ ગયા હતા. જે બાદમાં પરીણિતા પરત આવતાં ખબર પડતાં પોતાના ભાઇ સહિતનાને વાત કરી હતી. આ સાથે મહિલાના સસરા સહિતના પુત્રનો કબજો પણ આપતાં ન હોઇ અને અવાર-નવાર છુટ્ટાછેડાં લેવા પણ ધમકીઓ આપી હોવાથી તમામ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે ચાર ઇસમ સામે આઇપીસી કલમ 498A, 323, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.