ઘટના@સાણંદ: ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગની 20 ટીમો ઘટનાસ્થળે

અટલ સમાચાર, સાણંદ કોરોના મહામારી વચ્ચે સાણંદની જીઆઇડીસીમાં આવેલી એક ફેક્ટરીમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. ડાયપર બનાવતી યુનિચાર્મ કંપનીમાં એકાએક આગ ભભૂકી ઉઠતા અમદાવાદની આસપાસથી 13 ફાયર ફાઇટર મોકલાયા હતાં. જો કે હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી. જેમાં કોઇ કારણોસર GIDC માં આગ લાગતા તે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ
 
ઘટના@સાણંદ: ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગની 20 ટીમો ઘટનાસ્થળે

અટલ સમાચાર, સાણંદ

કોરોના મહામારી વચ્ચે સાણંદની જીઆઇડીસીમાં આવેલી એક ફેક્ટરીમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. ડાયપર બનાવતી યુનિચાર્મ કંપનીમાં એકાએક આગ ભભૂકી ઉઠતા અમદાવાદની આસપાસથી 13 ફાયર ફાઇટર મોકલાયા હતાં. જો કે હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી. જેમાં કોઇ કારણોસર GIDC માં આગ લાગતા તે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ છે. ત્યારે એવામાં હાલમાં ફાયરબ્રિગેડની ટીમ દ્વારા યુદ્ધનાં ધોરણે આગ પર કાબુ મેળવવાનાં પ્રયાસો હાથ ઘરાયાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટના@સાણંદ: ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગની 20 ટીમો ઘટનાસ્થળે

અમદાવાદના સાણંદની જીઆઇડીસીમાં આવેલી ડાયપર બનાવતી કંપનીમાં એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હાલમાં આ આગ પર કાબુ મેળવવાનો સંપૂર્ણ પ્રયાસ કરાઈ રહ્યો છે. આગનાં આ ધુમાડા 2-2 કિમી દૂર સુધી દેખાતા હતાં. GIDC માં લાગેલી આ આગને કારણે ટ્રાફિક જામ પણ સર્જાઇ ગયો હતો.

ઘટના@સાણંદ: ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગની 20 ટીમો ઘટનાસ્થળે

સમગ્ર મામલે એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું કે, “આ આગ ખૂબ મોટી છે. AMC અને તેની આસપાસનાં વિસ્તારોમાંથી કુલ 18થી 20 જેટલા ફાયરનાં વાહનો મોકલવામાં આવ્યાં છે. પરંતુ હજી આગ પર કાબુ આવ્યો નથી. આ આગમાં સમગ્ર ફેક્ટરી ખતમ થઈ ગઈ એવું કહી શકાય.”