ઘટના@વિસનગર: 20 વાછરડાંઓને આઇસરમાં ખીચોખીચ હાલતમાં બાંધી લઇ જતાં 3 ઝડપાયા

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર વિસનગર શહેરમાંથી આઇસરમાં 20 વાછરડાઓને ખીચોખીચ હાલતમાં બાંધીને લઇ જતાં 3 ઇસમો ઝડપાયા છે. ગઇકાલે સાંજના સમયે સ્થાનિક પુશપાલક સહિતના પાલડી ચોકડી ખાતે બેસ્યાં હોઇ આઇસર આવતાં શંકાના આધારે રોકાવી પુછપરછ કરી હતી. જેમાં આઇસરમાં 20 વાછરડાંઓને ખીચોખીચ હાલતમાં બાંધી અને તેમની માટે પાણીની પણ વ્યવસ્થા ન કરી હોવાનું ખુલ્યુ
 
ઘટના@વિસનગર: 20 વાછરડાંઓને આઇસરમાં ખીચોખીચ હાલતમાં બાંધી લઇ જતાં 3 ઝડપાયા

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર

વિસનગર શહેરમાંથી આઇસરમાં 20 વાછરડાઓને ખીચોખીચ હાલતમાં બાંધીને લઇ જતાં 3 ઇસમો ઝડપાયા છે. ગઇકાલે સાંજના સમયે સ્થાનિક પુશપાલક સહિતના પાલડી ચોકડી ખાતે બેસ્યાં હોઇ આઇસર આવતાં શંકાના આધારે રોકાવી પુછપરછ કરી હતી. જેમાં આઇસરમાં 20 વાછરડાંઓને ખીચોખીચ હાલતમાં બાંધી અને તેમની માટે પાણીની પણ વ્યવસ્થા ન કરી હોવાનું ખુલ્યુ હતુ. આ સાથે ઇસમો પાસે વાછરડાં લઇ જવા બાબતનો કોઇ પુરાવો પણ ન હોઇ પશુપાલક સહિતના આઇસરને પોલીસ મથકે લઇ ગયા હતા. જ્યાં 3 ઇસમ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાની પાલડી ચોકડી પાસેથી આઇસરમાં ખીચોખીચ હાલતમાં લઇ જવાતાં 20 વાછરડાઓને બચાવાયા છે. વિસનગરના દેણપ રોડ પર રહેતાં સંજયભાઇ રબારી મિત્રો સાથે પાલડી ચોકડી પર ઉભા હતા. આ દરમ્યાન એક આઇસર ઉમતા તરફથી આવતું હોઇ અને શંકાસ્પદ લાગતાં તેને રોકાવ્યુ હતુ. જેમાં તપાસ કરતાં ગાયોના નાના-મોટા વાછરડા જીવ નંગ-20 ટુંકા દોરડાથી ખીચોખીચ હાલતમાં ભરેલ હતા. આ સાથે આઇસર ચાલક અને અન્ય ઇસમોની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ નહીં મળતાં પોલીસ મથકે લઇ જવાયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઇસમોની પુછપરછમાં તેઓ આ વાછરડાં વડગામ તાલુકાના મોરીયા ગામેથી ભર્યા હોઇ અને અમદાવાદ સુભાષ સર્કલ રબારી ભરતભાઇને ત્યાં ઉતારવાના હોવાનું કહ્યુ હતુ. જેથી પશુપાલકે તેમની પાસે વાછરડાં લઇ જવા બાબતે કોઇ પુરાવા રજૂ કરવાનું કહેતાં સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી સુરજીતસિંહ ચૌહાણ, ભાર્ગવ પારેખ અને રૂષી રબારી સહિત આઇસરને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. જ્યાં પશુપાલકે તેમની સામે આઇપીસી 114, પશુઓ પ્રત્યેનો ઘાતીયપણુ અટકાવવાનો અધિનિયમની કલમ 11(1)(a), 11(1)(f), 11(1)(e), 11(1)(h) અને પ્રાણીઓની સાચવણી અંગેના અધિનિયમની કલમ 6 મુજબ ગુનો નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.