ઘટના@વિસનગર: 9 લાખના હીરા ખરીદી પૈસા ન આપ્યાં, વેપારીએ ઉઘરાણી કરતાં ઇસમે ધમકી આપી

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર વિસનગરમાં વેપારી પાસે હીરાની ખરીદી કરી 9 લાખ નહીં આપી ફોનમાં જાનથી મારી નાખંવાની ધમકી આપનાર શખ્સ સામે ગુનો નોંધાયો છે. શહેરના એક હીરાના વેપારી પાસે સુરતના ઇસમે અગાઉ 16 લાખના હીરાની ખરીદી કરી હતી. જે બાદમાં લોકડાઉન આવ્યા બાદ ઇસમે પૈસા આપવાના ગલ્લાં-તલ્લાં કર્યા બાદ 16 લાખમાંથી 7 લાખ
 
ઘટના@વિસનગર: 9 લાખના હીરા ખરીદી પૈસા ન આપ્યાં, વેપારીએ ઉઘરાણી કરતાં ઇસમે ધમકી આપી

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર

વિસનગરમાં વેપારી પાસે હીરાની ખરીદી કરી 9 લાખ નહીં આપી ફોનમાં જાનથી મારી નાખંવાની ધમકી આપનાર શખ્સ સામે ગુનો નોંધાયો છે. શહેરના એક હીરાના વેપારી પાસે સુરતના ઇસમે અગાઉ 16 લાખના હીરાની ખરીદી કરી હતી. જે બાદમાં લોકડાઉન આવ્યા બાદ ઇસમે પૈસા આપવાના ગલ્લાં-તલ્લાં કર્યા બાદ ‌16 લાખમાંથી 7 લાખ આપી 9 લાખ રૂપિયા પછી આપવાનું કહ્યુ હતુ. જોકે વધુ સમય થતાં વેપારીએ ફોન કરતાં ઇસમે પૈસા આપવાના ના પાડી અને સુરત આવશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘટનાને લઇ વેપારીએ બે ઇસમો સામે વિસનગર ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના વિસનગર શહેરના હીરા બજારમાં ગણેશ વેઇટ સેન્ટરના જગદિશભાઇ સોમચંદભાઇ ભાવસારે એક ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. વિગત મુજબ છેલ્લા ત્રીસેક વર્ષથી સુરતના ભોગીલાલ જોગાણી ફરીયાદીને ત્યાં હીરાની ખરીદી કરવા આવતાં હતા. જે બાદમાં તેમની ઉંમર થઇ જતાં સાતેક વર્ષથી તેમનો પુત્ર કેયુર ભોગીલાલ જોગાણી હીરાની ખરીદી કરતાં હતા. આ તરફ કેયુરના પિતાએ જવાબદારી લેતાં વેપારી જગદિશભાઇએ કેયુરને અગાઉ 16,00,000ના હીરા આપ્યા હતા. જેના પૈસા કેયુરે 2 મહિનામાં ચુકવી દેવાનો વાયદો કર્યો હતો.

ઘટના@વિસનગર: 9 લાખના હીરા ખરીદી પૈસા ન આપ્યાં, વેપારીએ ઉઘરાણી કરતાં ઇસમે ધમકી આપી
જાહેરાત

આ દરમ્યાન લોકડાઉન આવતાં જોગાણી કેયુર વિસનગર આવ્યો ન હોઇ અને પૈસાનું ચુકવણું કર્યુ ન હતુ. આ તરફ વેપારીએ પૈસાની ઉઘરાણી કરતાં કેયુરે ગલ્લાં-તલ્લાં કરી સુરત મુકામે મીટીંગ કરી પૈસા ચુકવવાની વાત કરી 16 લાખમાંથી માત્ર 7 લાખ રૂપિયા ચુકવી 9 લાખ રૂપિયા પછી આપવાનું કહ્યુ હતુ. જે બાદમાં વધુ સમય જતાં ફરીયાદીએ ફોન કરતાં મન ફાવે તેમ ગાળો બોલી પૈસા આપવાની ના પાડી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વેપારીએ હીરા બજાર એસોશિએશનમાં કેયુર બાબતે વાત કરતાં અન્ય વેપારીઓ પાસેથી પણ કેયુરે હીરા ખરીદી પૈસા ચુકવ્યા ન હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેને લઇ વેપારીએ વધુ સમય થતાં ફરી એકવાર પૈસાની ઉઘરાણી કરવા કેયુરને ફોન કર્યો હતો. જેથી કેયુરે ફોનમાં મનફાવે તેવી ગાળો બોલી જો સુરતમાં પૈસા લેવા આવ્યા તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. ઘટનાને લઇ જગદિશભાઇએ આરોપી કેયુર અને ભોગીલાલ સામે વિસનગર ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેને લઇ પોલીસે બંને  સામે આઇપીસી કલમ 504, 507, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.