આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાટણ

કોરોના મહામારીને લઈ શિક્ષણ જગતમાં બેફામ પ્રકારની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. ખાનગી બીએડ્ કોલેજોમાં સ્ટાફને રજા આપ્યા બાદ એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે. જોકે માર્ચ મહિનાનો પગાર વંચિત રાખી એપ્રિલમાં પૂર્ણ થતો કરાર અમલ કરવામાં આવી રહ્યો છે. માર્ચ સાથે એપ્રિલનો પગાર પણ નહિ મળે તેવી શક્યતાથી પ્રોફેસર સહિતના સ્તબ્ધ બની ગયા છે. યુનિવર્સિટી હેઠળની અનેક ખાનગી બીએડ્ અને એમએડ્ કોલેજ દ્વારા સ્ટાફનો પગાર અધ્ધરતાલ રહ્યો છે. જે મળવાની શક્યતા સામે સવાલો ઉભા થતાં કરાર આધારિત કર્મચારીઓની હાલત કફોડી બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સીટી હેઠળની ખાનગી કોલેજોમાં સ્ટાફના પગારને લઈ ગંભીર અને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. અનેક સેલ્ફ ફાઈનાન્સ બીએડ્ અને એમએડ્ કોલેજ સંચાલકોએ કોરોના મહામારી વચ્ચે માર્ચ મહિનાનો પગાર અટકાવ્યો હોવાની બૂમરાણ મચી છે. મોટાભાગના પ્રોફેસરનો કરાર એપ્રિલ મહિનામાં પૂર્ણ થતો હોઇ ટ્રસ્ટી દ્વારા અત્યારથી જ છૂટા કરવામાં આવી રહ્યા હોવાનો કોલાહલ મચી ગયો છે. કોરોના મહામારી દરમ્યાન શિક્ષણકાર્ય ન થયું હોવાથી બે મહિનાનો પગાર નહિ મળવાની સંભાવના ઉપર ચર્ચા જામી છે. કરાર આધારિત પ્રોફેસર સહિતના અનેક કર્મચારીઓ નોકરી અને પગારની જોખમી સંભાવના દર્શાવતાં હોઇ મામલો અત્યંત સંવેદનશીલ બનતો જાય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમ્યાન માર્ચ મહિનાના 20 દિવસ ફરજ બજાવી છતાં કેમ પગાર નહિ ? આ સવાલ મજબૂરી અને જરૂરિયાત વચ્ચે પિસાઇ રહ્યો છે. લોકડાઉન દરમ્યાન રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક જોગવાઈ, પરિપત્રો અને આદેશો છતાં કરાર આધારિત પ્રોફેસરોને આવી ડરામણી સ્થિતિ યુનિવર્સિટીના વહીવટી સત્તાધીશો સામે પણ ગંભીર સવાલો ઉભા કરી રહી છે. સૌથી મોટી વાત છે કે, કંપની અને કારખાનામાં કામ કરતા લેબર વર્ગના પગાર નહિ અટકાવવા બાબતે થતાં આદેશ યુનિવર્સિટી હેઠળની ખાનગી કોલેજોમાં ધરાશાયી થતાં હોવાની ચકચાર છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code