અયોગ્ય@ડીસાઃ કલેક્ટરની સુચના છતાં જાહેર માર્ગો પર રખડતાં ઢોર યથાવત

અટલ સમાચાર,ડીસા(અંકુર ત્રિવેદી) બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં રખડતા પશુઓની વિકટ સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. મુખ્ય બજાર સહિતના માર્ગો ઉપર દિવસ દરમિયાન અનેક રખડતા ઢોરો સવારથી જ સામે આવે છે. અવારનવાર અનેક વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માત થતો હોવાથી અગાઉ કલેક્ટરે સુચના આપી હતી. જોકે જિલ્લા કલેક્ટરના આદેશ છતાં પાલિકાના સત્તાધિશો બેફામ
 
અયોગ્ય@ડીસાઃ કલેક્ટરની સુચના છતાં જાહેર માર્ગો પર રખડતાં ઢોર યથાવત

અટલ સમાચાર,ડીસા(અંકુર ત્રિવેદી)

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં રખડતા પશુઓની વિકટ સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. મુખ્ય બજાર સહિતના માર્ગો ઉપર દિવસ દરમિયાન અનેક રખડતા ઢોરો સવારથી જ સામે આવે છે. અવારનવાર અનેક વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માત થતો હોવાથી અગાઉ કલેક્ટરે સુચના આપી હતી. જોકે જિલ્લા કલેક્ટરના આદેશ છતાં પાલિકાના સત્તાધિશો બેફામ હોવાનું શહેરીજનોમાં ચર્ચાઇ રહ્યું છે.

અયોગ્ય@ડીસાઃ કલેક્ટરની સુચના છતાં જાહેર માર્ગો પર રખડતાં ઢોર યથાવત

ડીસા શહેરમાં લોકોની અવરનવાર ઉગ્ર રજૂઆતને પગલે પાલિકાએ રખડતા ઢોર પકડવા કોન્ટ્રાક્ટ આપ્યો છે. જોકે રખડતા ઢોરની સમસ્યા યથાવત હોવાથી કામગીરી માત્ર કાગળ ઉપર થતી હોય તેવું સ્પષ્ટ બન્યું છે. થોડા સમય અગાઉ ડીસાના શહેરીજનોએ નાયબ કલેક્ટરને રખડતા ઢોર મામલે આવેદનપત્ર સાથે ઉગ્ર રજૂઆત પણ કરી હતી.

જોકે આ રજૂઆતના પગલે કોન્ટ્રાક્ટરની નિમણૂક થઈ પરંતુ હજુપણ આ સમસ્યા શહેરીજનો માટે ખતરારૂપ સાબિત થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, ડીસા નગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટરને ઠેકો આપ્યો છે તે કોન્ટ્રાક્ટર અને શાખાના કર્મચારીઓની ખાતાકીય તપાસ થાય તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.