વધારોઃ રાજ્યમાં આવતીકાલથી માસ્ક ન પહેરનારને 1000નો દંડ વસૂલાશે

અટલ સમાચાર, ડેસ્ક ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ તહેવાર આવતા હોય છે. આવામાં વધુને વધુ લોકો બહાર નીકળતા હોય છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે કે, રાજ્યમાં આવતીકાલથી માસ્ક નહિ પહેરનાર વ્યકિત પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી છે. અટલ સમાચાર
 
વધારોઃ રાજ્યમાં આવતીકાલથી માસ્ક ન પહેરનારને 1000નો દંડ વસૂલાશે

અટલ સમાચાર, ડેસ્ક

ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ તહેવાર આવતા હોય છે. આવામાં વધુને વધુ લોકો બહાર નીકળતા હોય છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે કે, રાજ્યમાં આવતીકાલથી માસ્ક નહિ પહેરનાર વ્યકિત પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માસ્કનો દંડ વધરાવાની જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યની વડી અદાલતે આપેલા ચુકાદાનો રાજ્યમાં આવતીકાલથી અમલ કરવામાં આવશે. રાજ્યમાં આવતીકાલ એટલે કે 11 ઓગસ્ટ, મંગળવારથી જાહેરમાં માસ્ક ન પહેરનારા વ્યક્તિઓને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. મારી ગુજરાતના સૌ નાગરિકોને અપીલ છે કે, આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં બહાર નીકળીને ભીડભાડ ના કરે. કેમકે કોરોના સંક્રમણ આવી ભીડભાડથી વ્યાપક રીતે ફેલાય છે તેથી આવા સંક્રમણને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહીને તહેવારો ઉજવે. કોરોનાને નિયંત્રિત કરવું આપણા હાથમાં છે.