IND vs AUS: ભારતીય બોલરોનો જાદુ ચાલ્યો, ઑસ્ટ્રેલિયાની ટીમ 195 રનમાં ઑલ આઉટ

અટલ સમાચાર, ડેસ્ક ટીમ ઇન્ડિયાએ સારી શરૂઆત કરતા 72.3 ઓવરમાં જ ઑસ્ટ્રેલિયાની ટીમને રોકી દીધી હતી. જસપ્રીત બુમરાહે 3.50ની ઇકોનૉમી સાથે 56 રન બનાવીને ચાર વિકેટ ઝડપી હતી. આસ અશ્વિને 1.46ની ઇકોનૉમી સાથે 35 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ડેબ્યૂ કરી રહેલા મોહમ્મદ સિરાઝે 2.67ની ઇકોનૉમી સાથે 40 રન આપીને બે વિકેટ ઝડપી હતી.
 
IND vs AUS: ભારતીય બોલરોનો જાદુ ચાલ્યો, ઑસ્ટ્રેલિયાની ટીમ 195 રનમાં ઑલ આઉટ

અટલ સમાચાર, ડેસ્ક

ટીમ ઇન્ડિયાએ સારી શરૂઆત કરતા 72.3 ઓવરમાં જ ઑસ્ટ્રેલિયાની ટીમને રોકી દીધી હતી. જસપ્રીત બુમરાહે 3.50ની ઇકોનૉમી સાથે 56 રન બનાવીને ચાર વિકેટ ઝડપી હતી. આસ અશ્વિને 1.46ની ઇકોનૉમી સાથે 35 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ડેબ્યૂ કરી રહેલા મોહમ્મદ સિરાઝે 2.67ની ઇકોનૉમી સાથે 40 રન આપીને બે વિકેટ ઝડપી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આર અશ્વિન, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાઝની બોલિંગને પગલે ઑસ્ટ્રેલિયાની ટીમે 195 રન બનાવીને ઘૂંટણીયા ટેકવી દીધા છે. ટૉસ જીતીને બેટિંગ કરવા માટે ઉતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમ બૉક્સિંગ ડે ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં ફક્ત 195 રન બનાવી શકી હતી. માર્નસ લાબુશેન સિવાય કોઈ પણ બેટ્સમેન ભારતીય બોલરોનો સામનો કરી શક્યો ન હતો. લાબુશેને સૌથી વધારે 48 રન બનાવ્યા હતા. આ ઉપારાંત ટ્રેવિસ હેડે 38 રન બનાવ્યા હતા.

સ્મિથની વિકેટ પડ્યા બાદ ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેને રમતને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. બંને ટીમનો સ્કૉર 100 રનને પાર લઈ ગયા હતા. જોકે, બુમરાહે હેડને રહાણેના હાથે કેચ આઉટ કરાવીને આ જોડીને તોડી નાખી હતી. હેડે 38 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાનો સ્કોર 124 રને પહોંચ્યો હતો ત્યારે હેડ આઉટ થયો હતો. જે બાદમાં સિરાઝે લાબુશેનની વિકેટ ઝડપી લીધી હતી. એટલે કે ટીમ ઑસ્ટ્રેલિયાને 134 રનમાં પાંચમો ફટકો લાગ્યો હતો. જે બાદમાં ગ્રીન 12, ટિમ પેન 13, મિચેલ સ્ટાર્ક 7, નાથન લાયન 20 અને પેટ કમિન્સ 9 રન બનાવીને આઉટ થયા હતા.

એડિલેડમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાએ મેલબોર્ન માટે પ્લેઇંગ ઇલેવનમાં ચાર નવા ખેલાડીને સ્થાન આપ્યું છે. શુભમન ગિલને પૃથ્વી શૉની જગ્યાએ ઓપનિંગ કરવાનો મોકો મળશે. ઘાયલ થયેલા શમીની જગ્યાએ મોહમ્મદ સિરાઝને સ્થાન મળ્યું છે. રવીન્દ્ર જાડેજા અને ઋષભ પંતને પણ પ્લેઇંગ ઇલેવનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે, ઑસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવનમાં કોઇ ફેરફાર નથી કરવામાં આવ્યો. મેલબોર્ન ટેસ્ટ બંને ટીમ માટે ખાસ છે. ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમની આ 100મી વખત ટેસ્ટ મેચમાં ટક્કર ચાલી રહી છે.