સ્વાતંત્ર્ય દિન@ઉજવણીઃપાલનપુર ઉમિયા વિદ્યા સંકુલમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

અટલ સમાચાર. પાલનપુર કોરોના વૈશ્વિક મહામારીના સંકટમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને સરળતાથી બ્લડ મળી રહે તેવા હેતુસર અને ૧૫ મી ઓગષ્ટ-૨૦૨૦ સ્વાતંત્ર્ય દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને ટીમ એજ્યુકેશન તથા બનાસકાંઠા જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંગઠનોના સંયુક્ત ઉપક્રમે પાલનપુર ખાતે ગણેશપુરા વિસ્તારમાં આવેલ ઉમિયા વિદ્યાલય સંકુલમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ બ્લડ ડોનેશન
 
સ્વાતંત્ર્ય દિન@ઉજવણીઃપાલનપુર ઉમિયા વિદ્યા સંકુલમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

અટલ સમાચાર. પાલનપુર
કોરોના વૈશ્વિક મહામારીના સંકટમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને સરળતાથી બ્લડ મળી રહે તેવા હેતુસર અને ૧૫ મી ઓગષ્ટ-૨૦૨૦ સ્વાતંત્ર્ય દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને ટીમ એજ્યુકેશન તથા બનાસકાંઠા જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંગઠનોના સંયુક્ત ઉપક્રમે પાલનપુર ખાતે ગણેશપુરા વિસ્તારમાં આવેલ ઉમિયા વિદ્યાલય સંકુલમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પમાં સારી સંખ્યામાં શિક્ષકોએ બ્લડ ડોનેટ કર્યુ હતું.
પાલનપુર અને વડગામ તાલુકાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પરિવાર દ્વારા યોજાયેલ આ બ્લડ ડોનેશન કેમ્પમાં બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન કરેણ, બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. એન. બી. ચાવડા, બનાસકાંઠા જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી જે. પી. પ્રજાપતિ, ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી અને ઉમિયા વિધાસંકુલના પ્રમુખ ગિરીશભાઈ જગાણીયા, નાયબ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી મુકેશભાઈ ચાવડા,  અનિષાબેન પ્રજાપતિ સહિત શિક્ષણ સાથે જોડાયેલા સારસ્વત મિત્રો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેના હસ્તે ધ્વજવંદન કરાશે
પાલનપુરઃ પાલનપુર મુકામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાગલેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. કોવિડ-૧૯ની ગાઇડલાઇન સાથે ગરિમાપૂર્ણ રીતે આ રાષ્ટ્રીસય મહાપર્વની ઉજવણી કરવામાં આવશે. સવારે ૯.૦૦ કલાકે ધ્વજવંદન, પોલીસ પરેડનું નિરીક્ષણ, હર્ષ ધ્વની, વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન, રાષ્ટ્રગાન સહિત કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમના સમાપન બાદ કલેકટર અને ઉચ્ચ અધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે.