ઉદ્યોગ@મહેસાણા: વર્ષો બાદ ઐઠોર GIDCમાં હરાજી નક્કી, 1220 દાવેદારો આવ્યા

અટલ સમાચાર,મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) મહેસાણાના ઊંઝા નજીક આવેલી ઐઠોર GIDCનો મામલો વર્ષો બાદ હલ થયો છે. ભારે વિવાદો અને વહીવટી ગતિવિધિને અંતે હવે પ્લોટની હરાજી કરવા કવાયત શરૂ થઇ છે. જેમાં બે ઝોનના કુલ 279 પ્લોટ માટે સરેરાશ 6 ગણા દાવોદારોએ અરજી કરી છે. ઉદ્યોગ વિભાગના માર્ગદર્શન હેઠળ ત્રણ દિવસ પછી નીતિન પટેલની હાજરીમાં ડ્રો
 
ઉદ્યોગ@મહેસાણા: વર્ષો બાદ ઐઠોર GIDCમાં હરાજી નક્કી, 1220 દાવેદારો આવ્યા

અટલ સમાચાર,મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

મહેસાણાના ઊંઝા નજીક આવેલી ઐઠોર GIDCનો મામલો વર્ષો બાદ હલ થયો છે. ભારે વિવાદો અને વહીવટી ગતિવિધિને અંતે હવે પ્લોટની હરાજી કરવા કવાયત શરૂ થઇ છે. જેમાં બે ઝોનના કુલ 279 પ્લોટ માટે સરેરાશ 6 ગણા દાવોદારોએ અરજી કરી છે. ઉદ્યોગ વિભાગના માર્ગદર્શન હેઠળ ત્રણ દિવસ પછી નીતિન પટેલની હાજરીમાં ડ્રો મારફત પ્લોટની ફાળવણી કરવામાં આવશે. ગણપતિ ધામ નજીક પડતર જીઆઇડીસી હવે જીવંત થવા ઉપર આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ઊંઝા તાલુકાના ઐઠોર ગામે વર્ષો અગાઉ 47 હેક્ટર જમીન GIDC માટે સુચિત કરવામાં આવી હતી. આ પછી પ્લોટ ફાળવણી અગાઉ ઉભી થયેલી વિવાદાસ્પદ પરિસ્થિતિને કારણે એકપણ ઉદ્યોગ શરૂ થઇ શક્યો ન હતો. સ્થાનિક રાજકીય અને વહીવટી પ્રક્રિયાને અંતે ઉદ્યોગ નિગમ દ્રારા હવે પ્લોટ ફાળવણી નક્કી કરવામાં આવી છે. જેમાં અગાઉથી આવેલી અરજીઓ ઉપર આગામી 7 જુલાઇએ બપોરે 3 વાગ્યે ડ્રો મારફતે પ્લોટની ફાળવણી કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ગણપતિ ભગવાનના પ્રખ્યાત ધામ ઐઠોર પાસે ફાળવેલી જમીન ઉપર ટુંક સમયમાં ઉદ્યોગની સ્થાપના થશે. જેમાં MSME અને જનરલ એમ બે ઝોન માટે કુલ 279 પ્લોટ બનાવ્યા છે. MSME ઝોનમાં 500થી 300 ચોરસમીટરના 254 જ્યારે જનરલ ઝોનમાં સરેરાશ 3000થી 10000 ચોરસમીટરના કુલ 25 પ્લોટ છે. પ્લોટ ફાળવણી માટે મંગાવેલી ઓનલાઇન અરજીઓ હેઠળ કુલ 1220 દાવેદારો સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ અરજી 3000 ચો.મી. સુધીની જમીન મેળવવા માટેની છે.

પ્રતિ ચો.મી.નો કામચલાઉ રેટ રૂ.2320થી 3366

પ્લોટ ફાળવણી માટે આ વખતે થોડી અપડેટવાળી પધ્ધતિ લેવામાં આવી છે. જેમાં ભારત સરકારના નેશનલ ઈન્ફોર્મેટીક સેન્ટર થકી તૈયાર કરાયેલા સોફ્ટવેર મારફતે ડ્રો પૂર્ણ કરાશે. આ વસાહત મહેસાણા શહેરથી અંદાજે 25 કી.મીના અંતરે આવેલી છે. MSME ઝોનનો કામચલાઉ ફાળવણી દર 2320 રૂપિયા પ્રતિ ચો.મી જ્યારે જનરલ ઝોનનો કામચલાઉ ફાળવણી દર રૂ. 3366 પ્રતિ ચો.મી નક્કી થયો છે.