ચેપ@પાટણ: અનલોકમાં કોરોનાની આતંકી બેટીંગ, યુવાન સહિત 5 કેસ આવ્યા

અટલ સમાચાર, પાટણ પાટણમાં હવે કોરોના સંક્રમણ બેકાબૂ બનતાં દરરોજ ડબલ આંકડામાં કેસો સામે આવી રહ્યા છે. આજે સવારે પાટણ જીલ્લામાં અનલોકમાં કોરોનાની આતંકી બેટીંગ સામે આવી છે. જેમાં આજે સવારે નવા પાંચ દર્દીઓ પૈકી ચાર પાટણ શહેરમાં તો એક ચાણસ્મા તાલુકામાં કોરોના કેસ નોંધાયો છે. જેને લઇ આરોગ્ય તંત્ર દ્રારા દર્દીના એકદમ અને દૂર
 
ચેપ@પાટણ: અનલોકમાં કોરોનાની આતંકી બેટીંગ, યુવાન સહિત 5 કેસ આવ્યા

અટલ સમાચાર, પાટણ

પાટણમાં હવે કોરોના સંક્રમણ બેકાબૂ બનતાં દરરોજ ડબલ આંકડામાં કેસો સામે આવી રહ્યા છે. આજે સવારે પાટણ જીલ્લામાં અનલોકમાં કોરોનાની આતંકી બેટીંગ સામે આવી છે. જેમાં આજે સવારે નવા પાંચ દર્દીઓ પૈકી ચાર પાટણ શહેરમાં તો એક ચાણસ્મા તાલુકામાં કોરોના કેસ નોંધાયો છે. જેને લઇ આરોગ્ય તંત્ર દ્રારા દર્દીના એકદમ અને દૂર સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે. આ તરફ હવે જીલ્લામાં કોરોનાનો કુલ આંકડો 248 પહોંચ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં આજે કોરોનાના નવા પાંચ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં સંક્રમણની ચેન તોડવા દોડધામ મચી છે. પાટણ શહેરમાં આવન-જાવન બેફામ બનતાં આજે ચાર કેસ નોંધાયા છે. આ તરફ ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામે પણ કોરોનાનો એક કેસ નોંધાવા પામ્યો છે. જોકે આજે નોંધાયેલા તમામ કેસોનો રીપોર્ટ અમદાવાદ ખાતે પોઝિટીવ આવ્યો છે. આ સાથે તમામ દર્દીઓમાં તાવ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાતાં કોરોના રીપોર્ટ કરાવ્યો હતો.

ચેપ@પાટણ: અનલોકમાં કોરોનાની આતંકી બેટીંગ, યુવાન સહિત 5 કેસ આવ્યા

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે પાટણ શહરેના મદારસામાં 50 વર્ષિય પુરૂષ, પારેવા સર્કલ વિસ્તારમાં આવેલી વિશ્વધામ સોસાયટીમાં રહેતા 22 વર્ષિય સ્ત્રી, ટેલીફોન એક્ષચેન્જ રોડ પરના શીશ બંગ્લોઝમાં 21 વર્ષિય પુરૂષ અને સિધ્ધપુર રોડ પરના સી.કે.એસ્ટ્રેટના 41 વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ તરફ ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામના લીમડીવાસમાં પણ 64 વર્ષિય પુરૂષ પણ પોઝિટીવ આવતા ખળભળાટ મચી ગયો છે.

બનાસકાંઠા જીલ્લામાં વધુ એક મોત

ચેપ@પાટણ: અનલોકમાં કોરોનાની આતંકી બેટીંગ, યુવાન સહિત 5 કેસ આવ્યા

કોરોના મહામારીને લઇ આજે બનાસકાંઠા જીલ્લાના ડીસામાં કોરોનાગ્રસ્ત દર્દીનું સારવાર દરમ્યાન મોત થયુ છે. ભણસાલી કારખાનામાં કામ કરતા જગદીશભાઈ અમરાજી પરમાર (માળી) ઉ.વ.39 રહે.મોટી ઢાણીનો ગત 30 તારીખે કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતાં તેમને ભણસાલી કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા . જોકે દર્દીને પહેલાથી બી.પી અને સુગરની બીમારી હોવાથી આજે સવારે 07:45 વાગે સારવાર દરમ્યાન તેમનું મોત થયુ છે.