મોંઘવારી@દેશઃ ફરી મોંઘો થયો LPG સિલિન્ડર, જાણો નવા ભાવ

અટલ સમાચાર, ડેસ્ક આજે જુલાઈ મહિનાના પહેલા દિવસે જનતાને મોટો આંચકો લાગ્યો છે. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સબ્સિડી વગરના LPG રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. 14.2 કિલોગ્રામવાળા સબ્સિડી વગરના LPG સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 1 રૂપિયો પ્રતિ સિલિન્ડર મોંઘો થયો છે. હવે નવો ભાવ વધીને 594 રૂપિયા થઈ ગયો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
મોંઘવારી@દેશઃ ફરી મોંઘો થયો LPG સિલિન્ડર, જાણો નવા ભાવ

અટલ સમાચાર, ડેસ્ક

આજે જુલાઈ મહિનાના પહેલા દિવસે જનતાને મોટો આંચકો લાગ્યો છે. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સબ્સિડી વગરના LPG રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. 14.2 કિલોગ્રામવાળા સબ્સિડી વગરના LPG સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 1 રૂપિયો પ્રતિ સિલિન્ડર મોંઘો થયો છે. હવે નવો ભાવ વધીને 594 રૂપિયા થઈ ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અન્ય શહેરોમાં પણ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ આજથી વધી ગયા છે. કોલકાતામાં 4 રૂપિયા, મુંબઈમાં 3.50 રૂપિયા અને ચેન્નઇમાં 4 રૂપિયા મોંઘો થયો છે. જોકે, ખુશખબર એ છે કે 19 કિલોગ્રામવાળા સિલિન્ડરના ભાવોમાં ઘટાડો થયો છે. આ પહેલા દિલ્હીમાં જૂન મહિના દરમિયાન 14.2 કિલોગ્રામવાળા સબ્સિડી વગરના LPG સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 11.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર મોંઘો થયો હતો. બીજી તરફ, મે મહિનામાં ભાવ 162.50 રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. 19 કિલોવાળા LPG ગેસ સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 1139.50 રૂપિયાથી ઘટીને 1135 રૂપિયા થઈ ગયો છે.

ફટાફટ ચેક કરો નવા ભાવ (LPG Price in india 01 July 2020)-IOCની વેબસાઇટ પર આપવામાં આવેલા ભાવ મુજબ દિલ્હીમાં સિલિન્ડરના ભાવમાં એક રૂપિયા સુધી વધારો થયો છે. હવે દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળા સબ્સિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ 593 રૂપિયાથી વધીને 594 રૂપિયા થઈ ગયો છે. કોલકાતામાં 616 રૂપિયાથી વધીને 620.50 પ્રતિ 14.2 કિલોગ્રામ સિલિન્ડર થઈ ગયો છે. મુંબઈમાં 590 રૂપિયાથી વધીને 594 રૂપિયા અને ચેન્નઇમાં 606.50 રૂપિયાથી વધીને 610.50 રૂપિયા થઈ ગયો છે.