મોંઘવારી@દેશઃ નવા વર્ષે LPG ગેસ સિલિન્ડરમાં થયો આટલા રૂપિાનો વધારો

અટલ સમાચાર, ડેસ્ક દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલોગ્રામ વાળા LPG સિલિન્ડરની કિંમત 1,332 રૂપિયાથી વધીને 1,349 રૂપિયા થઇ ગઇ છે. 19 કિલોગ્રામ વાળો LPG સિલિન્ડર 17 રૂપિયા સુધી મોંઘો થઇ ગયો છે. 14.2 કિલોગ્રામ સિલિન્ડરની કિંમત 694 રૂપિયા છે. ઑયલ માર્કેટિંગ કંપનીઓએ જાન્યુઆરી મહિનાની ગેસની કિંમતો જારી કરી દીધી છે. કંપનીઓએ ડિસમ્બર મહિનામાં રાંધણ ગેસ
 
મોંઘવારી@દેશઃ નવા વર્ષે LPG ગેસ સિલિન્ડરમાં થયો આટલા રૂપિાનો વધારો

અટલ સમાચાર, ડેસ્ક

દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલોગ્રામ વાળા LPG સિલિન્ડરની કિંમત 1,332 રૂપિયાથી વધીને 1,349 રૂપિયા થઇ ગઇ છે. 19 કિલોગ્રામ વાળો LPG સિલિન્ડર 17 રૂપિયા સુધી મોંઘો થઇ ગયો છે. 14.2 કિલોગ્રામ સિલિન્ડરની કિંમત 694 રૂપિયા છે. ઑયલ માર્કેટિંગ કંપનીઓએ જાન્યુઆરી મહિનાની ગેસની કિંમતો જારી કરી દીધી છે. કંપનીઓએ ડિસમ્બર મહિનામાં રાંધણ ગેસ એટલે કે LPG સિલિન્ડરની કિંમતોમાં બે વાર વધારો કરી 100 રૂપિયા વધારી હતી. હવે સબસિડી વિનાના LPG સિલિન્ડરની કિંમતમાં કોઇ વધારો નથી કર્યો અને ભાવ 694 રૂપિયા પર સ્થિર રાખ્યો છે. જો કે કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 56 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચેન્નઈમાં 19 કિલો વાળા એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 1,446.50 રૂપિયા વધીને 1,463.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર પહોંચી હતી. આ કિંમતોમાં 17 રૂપિયા પ્રતિ સિલિન્ડરમાંવધારો થય છે. અહિંયા 14.2 કિલોગ્રામ ગેસ સિલિન્ડરની કિંમત 710 રૂપિયા છે. મુંબઈમાં 19 કિલો વાળા એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 1,280.50થી વધીને 1,297,.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર પહોંચી હતી. આ કિંમતોમાં 17 રૂપિયા પ્રતિ સિલિન્ડરમાંવધારો થયો છે.14.2 કિલોગ્રામ ગેસ સિલિન્ડરની કિંમત 694 રૂપિયા છે. કોલકાતામાં 19 કિલો વાળા એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 1,387.50 રૂપિયા વધીને 1,410 રૂપિયા પ્રતિ સિલિન્ડર પહોંચી હતી. આ કિંમતોમાં 22.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરમાંવધારો થયો છે. અહિંયા રાધણ ગેસની કિંમત 720.50 રૂપિયા છે.