મોંઘવારી@દેશઃ 13 જાન્યુઆરીએ ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના આટલા ભાવ

અટલ સમાચાર, ડેસ્ક સરકારી ઓઇલ કંપનીઓએ પાંચ દિવસ બાદ ફરી એક વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. જેને કારણે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 91 રૂપિયા પ્રતિ લીટરને પાર થઈ ગયો છે. નોંધનીય છે કે 29 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા બાદ તેમાં 6 અને 7 જાન્યુઆરીએ વધારો કરવામાં આવ્યો હતો. આ
 
મોંઘવારી@દેશઃ 13 જાન્યુઆરીએ ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના આટલા ભાવ

અટલ સમાચાર, ડેસ્ક

સરકારી ઓઇલ કંપનીઓએ પાંચ દિવસ બાદ ફરી એક વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. જેને કારણે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 91 રૂપિયા પ્રતિ લીટરને પાર થઈ ગયો છે. નોંધનીય છે કે 29 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા બાદ તેમાં 6 અને 7 જાન્યુઆરીએ વધારો કરવામાં આવ્યો હતો. આ બે દિવસમા; જ પેટ્રોલના ભાવ 49 પૈસા પ્રતિ લીટર વધ્યો, જ્યારે ડીઝલ 51 પૈસા મોંઘું થયું હતું. બુધવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 25 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં પણ 25 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો. આ વધારા બાદ આજે દિલ્હીમાં પેટ્રોલ 84.45 રૂપિયા અને ડીઝલ 74.63 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચેન્નઈ- પેટ્રોલ 87.18 રૂપિયા અને ડીઝલ 79.95 રૂપિયા પ્રતિ લીટર છે.વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા દર લાગુ થઈ જાય છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

દિલ્હી- પેટ્રોલ 84.45 રૂપિયા અને ડીઝલ 74.63 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 91.07 રૂપિયા અને ડીઝલ 81.34 રૂપિયા પ્રતિ લીટર છે.
કોલકાતા- પેટ્રોલ 85.92 રૂપિયા અને ડીઝલ 78.22 રૂપિયા પ્રતિ લીટર છે.