મોંઘવારીઃ આજથી રાજ્યભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રૂ. 2નો વધારો

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રાજ્ય સરકારે 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. રાજ્યમાં હવે પેટ્રોલનો ભાવ 74.33 અને ડિઝલનો ભાવ 72.67 રૂપિયા પ્રતિ લીટર થયો છે. રાજ્ય સરકારની તિજોરીમાં આવકમાં ઘટાડો થતા આ નિર્ણય લેવાયો છે. સરકારનો દાવો છે કે અન્ય મોટા રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા છે.
 
મોંઘવારીઃ આજથી રાજ્યભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રૂ. 2નો વધારો

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રાજ્ય સરકારે 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. રાજ્યમાં હવે પેટ્રોલનો ભાવ 74.33 અને ડિઝલનો ભાવ 72.67 રૂપિયા પ્રતિ લીટર થયો છે. રાજ્ય સરકારની તિજોરીમાં આવકમાં ઘટાડો થતા આ નિર્ણય લેવાયો છે. સરકારનો દાવો છે કે અન્ય મોટા રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પ્રેસ કોન્ફરન્સમાં નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને જીએસટીના જેપી ગુપ્તા હાજર રહ્યાં હતા. નીતિન પટેલે કહ્યું કે પેટ્રોલ ડીઝલના ભાવમાં રાજ્ય સરકારે વધારો કર્યો છે. અત્યારે સમગ્ર દેશમાં ગુજરાતમાં પેટ્રોલના ભાવ સૌથી ઓછા છે. ગુજરાતમાં અત્યારે 71 રૂપિયા 88 પૈસા છે જ્યારે મધ્ય પ્રદેશમાં 83 રૂપિયા અને 82 પૈસા છે. ગુજરાતના ભાવ કરતા અન્ય રાજ્યના ભાવ 10થી 12 રૂપિયા વધારે છે. સરકારે નિર્ણય કર્યો છે કે, પેટ્રોલ-ડીઝલ ઉપર વેટ દર 2 રૂપિયા વધારવાનો નિર્ણય સોમવારે રાત્રે 12 વાગ્યાથી લાગુ થયો છે.

ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વેરાકીય આવક Lockdownના કારણે ધરખમ ઘટાડો થયો છે. જીએસટીની આવકમાં પણ ઘટાડો થયો છે. રાજ્યની આવક પેટ્રોલ-ડીઝલ પરની આવકમાં ઘટાડો થયો છે. વાહનો પણ બંધ હોવાના કારણે હજારો પેટ્રોલ પંપ ઉપર થતી પ્રવૃતિઓ થકી થતી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનું વેચાણ પણ સદંતર બંધ હતું. એ બે મહિના દરમિયાન આવકમાં મોટો ઘટાડો થયો છે.