મોંઘવારી@ગુજરાત: ફરી વધ્યાં કપાસિયા અને સિંગતેલના ભાવ, જાણો એક જ ક્લિકે આજના ભાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે રાજકોટમાં ફરી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. અષાઢ મહિનાની શરૂઆત થતા જ હવે તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આવા ટાંણે લોકોના બજેટ પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવવધારો અને બીજી તરફ હવે ખાદ્યતેલના ભાવ પણ આસામાને જઈ રહ્યાં
 
મોંઘવારી@ગુજરાત: ફરી વધ્યાં કપાસિયા અને સિંગતેલના ભાવ, જાણો એક જ ક્લિકે આજના ભાવ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે રાજકોટમાં ફરી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. અષાઢ મહિનાની શરૂઆત થતા જ હવે તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આવા ટાંણે લોકોના બજેટ પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ ભાવવધારો અને બીજી તરફ હવે ખાદ્યતેલના ભાવ પણ આસામાને જઈ રહ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સિંગતેલના ભાવમાં રૂપિયા 25 અને કપાસિયા તેલના ભાવમાં પણ રૂપિયા 25 નો વધારો થયો છે. કાચા માલની અછતના કારણે ભાવ વધ્યાનું કારણ સામે આવ્યું છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2400 થી 2450 રૂપિયા થયા છે. તો કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ 2300ને પાર પહોંચ્યો છે. પહેલીવાર કપાસિયા તેલનો ડબ્બો 2300 ને પાર પહોંચ્યો છે. આ વર્ષે કપાસના ભાવ વધતા કપાસિયા તેલના ભાવમાં સતત વધારો ઝીંકાઈ રહ્યો છે. લોકો સૌથી વધુ કપાસિયા તેલનો વપરાશ કરે છે, ત્યારે આ ભાવવધારો ગૃહિણીઓના બજેટને બગાડી દેશે. સતત પંદર દિવસથી ઘટાડા બાદ કપાસિયા તેલ અને સિંગતેલના ભાવમાં વધારો થયો છે.