મોંઘવારી@ગુજરાતઃ લસણ-ડુંગળીનો બેફાટ ભાવ વધારાથી ગૃહિણીઓ હેરાન-પરેશાન

અટલ સમાચાર, મહેસાણા ગુજરાત સહિત દેશભરમાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ કુદકેને ભૂસકે વધી રહ્યા છે. તો બીજી તરફ લસણની ભારે અછત વચ્ચે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હાલમાં ઉંચા ભાવે લસણ વેચાઈ રહ્યું છે. લસણ ખરીદવાની હિંમત પણ સમાન્ય માણસ કરી શકે તેમ નથી. લસણના વેપાર સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ હાલમાં બજારમાં લસણનો જે માલ
 
મોંઘવારી@ગુજરાતઃ લસણ-ડુંગળીનો બેફાટ ભાવ વધારાથી ગૃહિણીઓ હેરાન-પરેશાન

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાત સહિત દેશભરમાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ કુદકેને ભૂસકે વધી રહ્યા છે. તો બીજી તરફ લસણની ભારે અછત વચ્ચે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હાલમાં ઉંચા ભાવે લસણ વેચાઈ રહ્યું છે. લસણ ખરીદવાની હિંમત પણ સમાન્ય માણસ કરી શકે તેમ નથી. લસણના વેપાર સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ હાલમાં બજારમાં લસણનો જે માલ ઠલવાઇ રહ્યો છે તે જૂનો માલ છે. નવો માલ હજુ હોળી પછી આવવાની શક્યતા છે. ત્યારે લસણનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે.

લસણનો હાલનો ભાવ 250 ગ્રામના 80 રૂપિયા, અને પ્રતિ કિલોનો ભાવ 320 રૂપિયા નોંધાયો છે. મધ્યમવર્ગના માણસો સો વાર વિચાર કરે કે લસણ લેવું જોઇએ કે નહિ. લસણના ભાવનો બેફાટ વધારાથી ગૃહિણીઓને ભારે મુસિબતના દિવસો જોવા મળી રહ્યા છે. લીલી શાકભાજી સસ્તી થાય છે તો લસણ, ડુંગળીનો ભાવ આસમાને પહોંચે છે. ગૃહિણીઓ હેરાન-પરેશાન બની ગઇ છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

લસણની આવકમાં 25 ટકાનો ઘટાડો થતા ભાવ વધારો થયો છે. એટલે જ્યાં સુધી લસણનો નવો જથ્થો માર્કેટમાં નહિ ઠલવાય ત્યાં સુધી લોકોને લસણના વધુ રૂપિયા ચૂકવવા પડશે. સ્થાનિક માર્કેટમાં ડુંગળીના છુટક ભાવ પ્રતિ કિલો 100 રૂપિયાને પાર પહોંચી જતા લોકોની થાળીમાંથી ડુંગળી ગાયબ થઇ રહી છે. છેલ્લા 3 દિવસોમાં જ ડુંગળીની કિંમતમાં 20 થી 30 રૂપિયા જેટલો વધારો થતાં આમ આદમીનું બજેટ ખોરવાઇ ગયું છે.