મોંઘવારીનો મારઃ સતત 14મા દિવસ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કડાકો

અટલ સમાચાર, ડેસ્ક પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 14મા દિવસે કડાકો જોવા મળ્યો છે. આ 14 દિવસોમાં પેટ્રોલની કિંમતો માં 7.62 રૂપિયા અને ડીઝલમાં 8.28 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. જોકે, કાચા તેલના ભાવ પહેલાની સરખામણીમાં ઓછા થયા છે. તેલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં 51 પૈસા અને ડીઝલમાં 61 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે દેશમાં પેટ્રો-ડીઝલ
 
મોંઘવારીનો મારઃ સતત 14મા દિવસ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કડાકો

અટલ સમાચાર, ડેસ્ક

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 14મા દિવસે કડાકો જોવા મળ્યો છે. આ 14 દિવસોમાં પેટ્રોલની કિંમતો માં 7.62  રૂપિયા અને ડીઝલમાં 8.28 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. જોકે, કાચા તેલના ભાવ પહેલાની સરખામણીમાં ઓછા થયા છે. તેલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં 51 પૈસા અને ડીઝલમાં 61 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે દેશમાં પેટ્રો-ડીઝલ પર ટેક્સ 69 ટકા થયો છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. ગત વર્ષ સુધી ભારતમાં પેટ્રોલ-ડીઝલ પર  50 ટકા સુધીનો ટેક્સ હતો. જો વાત વિકસીત અર્થવ્યવસ્થાની કરીએ તો અમેરિકામાં કુલ કિંમતનો 19 ટકા, જાપાનમાં 47 ટકા, યુકેમાં 62 ટકા અને ફ્રાન્સમાં 63 ટકા ટેક્સરૂપે લાગે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 78.88 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. આ રીતે ડીઝલના ભાવમાં 77.67 રૂપિયા પ્રતિ લીટર થયો છ. તો આર્થિક રાજધાની મુંબઈમાં ભાવ 85 રૂપિયાને પાર જતો રહ્યો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 85.70 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 76.11 રૂપિયા પ્રતિ લીટર થયો છે. કોલકાત્તામાં પેટ્રોલ 80.62 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 73.07 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પેટ્રોલ 82.27 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 75.29 રૂપિયા પ્રતિ લીટરના હિસાબે વેચાઈ રહ્યું છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પ્રતિ દિન સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બદલાવ થાય છે. સવારે 6 વાગ્યાથી નવા દર લાગુ થઈ જાય છે. પેટ્રોલ તેમજ ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ચીજો જોડ્યા બાદ તેનો ભાવ લગભગ બે ગણો થઈ જાય છે.