મોંઘવારીઃ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, જાણો આજનો રેટ

અટલ સમાચાર, ડેસ્ક આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલની કિંમતોમાં ઘટાડા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ રાહત નથી. પરંતુ આજે ફરી એકવાર ઇંધણના ભાવમાં વધારો થયો છે. દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત એક દિવસ એટલે ગઇકાલે સ્થિર રહ્યા બાદ આજે સોમવારે ફરી વધી ગયા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ રવિવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કર્યો નથી, પરંતુ આજે ફરી વધી ગયા. દેશની
 
મોંઘવારીઃ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, જાણો આજનો રેટ

અટલ સમાચાર, ડેસ્ક

આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલની કિંમતોમાં ઘટાડા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ રાહત નથી. પરંતુ આજે ફરી એકવાર ઇંધણના ભાવમાં વધારો થયો છે. દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત એક દિવસ એટલે ગઇકાલે સ્થિર રહ્યા બાદ આજે સોમવારે ફરી વધી ગયા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ રવિવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કર્યો નથી, પરંતુ આજે ફરી વધી ગયા. દેશની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવમાં .005 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ડીઝલમાં 0.13 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલ ભાવ વધી ક્રમશ: 80.43 રૂપિયા, 87.19 રૂપિયા અને 83.63 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. ડીઝલના ભાવ ચાર મહાનગરોમાં વધીને ક્રમશ: 80.53 રૂપિયા, 75.64 રૂપિયા, 78.83 રૂપિયા અને 77.72 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.

તમને જણાવી દઇએ કે દરરોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે છ વાગ્યાથી નવા ભાવ લાગૂ થાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી ડીલર કમીશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેનો ભાવ લગભગ બમણો થઇ જાય છે. પેટ્રોલ-ડીઝલનો દરરોજનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો ઇન્ડીયન ઓઇલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક SP લખીને 9223112222 નંબર પર મોકલી શકે છે.