મોંઘવારીઃ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી લાગી આગ, જાણો આજે કેટલો વધારો થયો

અટલ સમાચાર, ડેસ્ક સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવથી સામાન્ય લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સરકારી ઓઇલ કંપનીઓએ સતત નવમા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. આજે દિલ્હીમાં પેટ્રોલ (New Delhi Petrol price today)ની કિંમતમાં 30 પૈસા પ્રતિ લીટરની વધારો થયો છે. જ્યારે ડીઝલની કિંમતમાં 35 પૈસા પ્રતિ લીટરનો વધારો કરાયો છે.
 
મોંઘવારીઃ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી લાગી આગ, જાણો આજે કેટલો વધારો થયો

અટલ સમાચાર, ડેસ્ક

સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવથી સામાન્ય લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સરકારી ઓઇલ કંપનીઓએ સતત નવમા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. આજે દિલ્હીમાં પેટ્રોલ (New Delhi Petrol price today)ની કિંમતમાં 30 પૈસા પ્રતિ લીટરની વધારો થયો છે. જ્યારે ડીઝલની કિંમતમાં 35 પૈસા પ્રતિ લીટરનો વધારો કરાયો છે.

IOCLની વેબસાઇટ પ્રમાણે દેશની રાજધાની નવી દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 103.84 રૂપિયા અને ડીઝલની કિંમત 92.47 રૂપિયા પ્રતિ લીટર થઈ છે. જ્યારે મુંબઈમાં આજે ડીઝલની કિંમત  100 રૂપિયાને પાર થઈ ગઈમધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ગયું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધારે છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં પણ પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ગયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.