મોંઘવારીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 8મા દિવસે વધારો, જાણો નવા રેટ

અટલ સમાચાર, ડેસ્ક કોરોના સંકટ વચ્ચે જનતા પર મોંઘવારીની થપાટ પડી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો ચાલુ છે. દેશની સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ રવિવારે સતત આઠમા દિવસે પેટ્રોલ ડીઝલના ભાવ વધાર્યા છે. પેટ્રોલના ભાવમાં 62 પૈસા અને ડીઝલના ભાવમાં 64 પૈસાનો વધારો થયો છે. આ વધારો એવા સમયે થઈ રહ્યો છે કે જ્યારે
 
મોંઘવારીઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 8મા દિવસે વધારો, જાણો નવા રેટ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના સંકટ વચ્ચે જનતા પર મોંઘવારીની થપાટ પડી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો ચાલુ છે. દેશની સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ રવિવારે સતત આઠમા દિવસે પેટ્રોલ ડીઝલના ભાવ વધાર્યા છે. પેટ્રોલના ભાવમાં 62 પૈસા અને ડીઝલના ભાવમાં 64 પૈસાનો વધારો થયો છે. આ વધારો એવા સમયે થઈ રહ્યો છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો ચાલુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 62 પૈસા વધીને હવે 75.78 રૂપિયા પ્રતિ લીટર થયો છે. જ્યારે ડીઝલનો ભાવ 64 પૈસા વધીને 74.03 રૂપિયા પ્રતિ લીટર થયો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 82 રૂપિયા પાર ગયો છે. પ્રતિ લીટર ભાવ 82.79 રૂપિયા થયો છે. જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર 72.64 રૂપિયા થયો છે.

આ અગાઉ શનિવારે પણ પેટ્રોલના ભાવમાં 59 પૈસાનો વધારો થયો હતો. જ્યારે ડીઝલના ભાવમાં 58 પૈસાનો વધારો દિલ્હીમાં જોવા મળ્યો હતો.