મોંઘવારીઃ પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલમાં પ્રતિ લીટર 30 પૈસાનો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક સરકારી ઓઇલ કંપનીઓએ એક દિવસ બાદ આજે ફરી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરી દીધો છે. દેશના લગભગ તમામ શહેરોમાં આજે પેટ્રોલના રેટમાં લગભગ 25 પૈસા પ્રતિ લીટરનો વધારો કરાયો છે. તો બીજી તરફ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 30 પૈસાનો વધારો ઝીંકાયો છે. ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન મુજબ, દિલ્હીમાં પેટ્રોલ 101.64 રૂપિયા પ્રતિ
 
મોંઘવારીઃ પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલમાં પ્રતિ લીટર 30 પૈસાનો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક

સરકારી ઓઇલ કંપનીઓએ એક દિવસ બાદ આજે ફરી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરી દીધો છે. દેશના લગભગ તમામ શહેરોમાં આજે પેટ્રોલના રેટમાં લગભગ 25 પૈસા પ્રતિ લીટરનો વધારો કરાયો છે. તો બીજી તરફ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 30 પૈસાનો વધારો ઝીંકાયો છે. ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન મુજબ, દિલ્હીમાં પેટ્રોલ 101.64 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટરના હિસાબથી વેચાઈ રહ્યા છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 107.47 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે.

ભારતીય ઓઇલ કંપનીઓએ હાલમાં 24 સપ્ટેમ્બરે ડીઝલના ભાવમાં 20 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. ત્યારબાદ 26 સપ્ટેમ્બરે 25 પૈસાનો વધારો ઝીંકાયો હતો. 28 સપ્ટેમ્બરે ડીઝલના ભાવમાં ફરી 25 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. વિશેષજ્ઞોનું કહેવું છે કે જે રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમતો વધી રહી છે તેના કારણે આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા થઈ શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક 

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

>> દિલ્હી પેટ્રોલ 101.64 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર
>> મુંબઈ પેટ્રોલ 107.71 રૂપિયા અને ડીઝલ 97.52 રૂપિયા પ્રતિ લીટર
>> ચેન્નાઈ પેટ્રોલ 99.36 રૂપિયા અને ડીઝલ 94.45 રૂપિયા પ્રતિ લીટર
>> કોલકાતા પેટ્રોલ 102.17 રૂપિયા અને ડીઝલ 92.97 રૂપિયા પ્રતિ લીટર