મોંઘવારીઃ ડીઝલના ભાવમા ભડકો, ઇતિહાસમા પ્રથમવાર રૂ.81ને પાર

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં ડીઝલની કિંમતમાં આજે એકવાર ફરીથી ઈતિહાસ બની ગયો છે. દેશમાં પ્રથમવાર આ ઇંધણની કિંમત 81 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. સરકારી તેલ કંપનીઓ દ્વારા સોમવારે ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 11 પૈસાનો વધારો કરવાને કારણે દિલ્હીમાં તે 81.05 રૂપિયાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. પરંતુ આ દિવસે પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર થયો
 
મોંઘવારીઃ ડીઝલના ભાવમા ભડકો, ઇતિહાસમા પ્રથમવાર રૂ.81ને પાર

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં ડીઝલની કિંમતમાં આજે એકવાર ફરીથી ઈતિહાસ બની ગયો છે. દેશમાં પ્રથમવાર આ ઇંધણની કિંમત 81 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. સરકારી તેલ કંપનીઓ દ્વારા સોમવારે ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 11 પૈસાનો વધારો કરવાને કારણે દિલ્હીમાં તે 81.05 રૂપિયાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. પરંતુ આ દિવસે પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. પાછલા મંગળવારે પણ ડીઝલની કિંમતમાં 25 પૈસાનો વધારો થયો હતો. જ્યારે પેટ્રોલની કિંમતોમાં છેલ્લે 29 જૂને 5 પૈસાનો વધારો થયો હતો. દિલ્હી દેશનું એકમાત્ર રાજ્ય છે, જ્યાં પેટ્રોલથી મોંઘુ ડીઝલ વેચાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોવિડ-19નો પ્રકોપ ભલે ભારતમાં ખુબ વધી રહ્યો છે, પરંતુ વિશ્વભરની અર્થવ્યવસ્થા માં તે અવસાન પર છે. ત્યારબાદ ત્યાં અર્થવ્યવસ્થામાં કામકાજ શરૂ થવાને કારણે કાચા તેલની કિંમતમાં ઉછાળના લક્ષણો દેખાવા લાગ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પાછલા શુક્રવારની સવારે કારોબાર શરૂ થયો ત્યારે બજાર નરમ હતુ પરંતુ કારોબારની સમાપ્તિના સમયે તેમાં એક ડોલર પ્રતિ બેરલનો વધારો થયો હતો.

શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ

શહેર પેટ્રોલ-ડીઝલ/
દિલ્હી 80.43 -81.05
મુંબઈ 87.19 -79.27
ચેન્નાઈ 83.63 -78.11
કોલકાતા 82.1 -76.17
નોઈડા 81.08- 73.01
રાંચી 80.29- 76.95
બેંગલુરુ 83.04 -77.02
પટણા 83.31 -77.89
ચંદીગઢ 77.41 -72.39
લખનઉ 80.98 -72.91
અમદાવાદ 77.87 -78.19